Kheda news: પુલાહાશ્રમ સ્કૂલમાં ભણતા બાળકની આંખમાં ફેવિક્વિકના ડ્રોપ્સ પડ્યા, માસૂમને દેખાવાનું બંધ થતા તાત્કાલિક હોસ્પિટલ કરાયો દાખલ

માતા-પિતા માટે લાલકિસ્સો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ખેડા જિલ્લાના ડાકોર ખાતે ભવન્સ કોલેજ નજીક આવેલી પુલાહાશ્રમ સ્કૂલમાં એક વિદ્યાર્થીની આંખમાં ફેવિક્વિક પડી હતી. બાળકની ડાબી આંખમાં ફેવીક્વિક પડતાં તે ખુલી શકી ન હોતી.
બાળક દર્દથી કણસી રહ્યો હતો
ઉલ્લેખનીય છે કે બાળકે અચાનક બૂમા બૂમ કરી મૂકી હતી. જો કે શાળા સંચાલકોએ તાત્કાલિકના ધોરણે બાળકને તાત્કાલિક ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
ફેવીક્વિકની શીશી તોડતાં તે તેની આંખમાં પડી
બાળકે જણાવ્યું કે, સ્કૂલ બસમાં એક વિદ્યાર્થીએ ફેવીક્વિકની શીશી તોડતાં તે તેની આંખમાં પડી હતી. જોકે, સ્કૂલના શિક્ષકોનું કહેવું છે કે આ ઘટના સ્કૂલ પરિસરમાં બની નથી. આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. બાળકના માતા-પિતા તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.

