Kheda news: બહુચર માતાવાળા અખાડાને કબજે કરવાનો પ્રયાસ, કિન્નરના જમાવડાને લઇ પોલીસના ધાડેધાડા ઉતારાયા

સોર્સ : GSTV
કઠલાલ બાદ કપડવંજમાં પણ કિન્નરના જમાવડાને લઇ જિલ્લા પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા છે. મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ ખેડા પોલીસ કપડવંજના મહમદપુરામાં કિન્નરોના જમાવડા સ્થળે પહોંચી હતી અને તમામને ખદેડી મૂક્યા. પોલીસે પહેલા બાઉન્સરોને ખદેડી મુકતા નાસભાગ મચી હતી. કિન્નરો પણ આઘાપાછા થઈ ગયા હતા. બે વિભાગીય વડા સાથે 12 જેટલાં પીઆઇ સહિત મોટો કાફલો ખડકાયો હતો.
મોગલ સમયના જમાલદાદાના અખાડાના કિન્નરો કપડવંજના બહુચર માતાવાળા અખાડાને કબજે કરવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. મોગલ વખતના મિયાં ઝમાલ દાદા સંપ્રદાયના કિન્નરો દ્વારા હિન્દૂ કિન્નર અખાડા શ્રી દાદા ગંગારામ ઉપર કબ્જાનો પ્રયાસ કરાયો હતો.

