Video: અમદાવાદીઓના ખિસ્સા પર બોજ, વાહન પાર્ક કરવું હવે મોંઘું બનશે

અમદાવાદીઓએ હવે વાહન પાર્ક કરવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે. અમદાવાદ મહાનગરપાલિકાના પે એન્ડ પાર્ક અને ઓન-સ્ટ્રીટ પાર્કિંગના દરોમાં વધારો કરવાનો પ્રસ્તાવ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો છે. નવા દરો મુજબ ટુ-વ્હીલરના પ્રથમ કલાકના 5 રૂપિયાને બદલે હવે 10 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે આખા દિવસનું પાર્કિંગ 55 રૂપિયા થશે. બીજી તરફ ફોર-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ 15 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરવામાં આવ્યો છે અને આખા દિવસ માટે 170 રૂપિયા ચૂકવવા પડશે. ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનરના સૂચિત દરોમાં ફેરફાર કરીને નવા દરોને મંજૂરી આપવામાં આવી છે.
જાહેરાત







