મુખ્ય સામગ્રી પર જાઓ

Anand news: બોરસદમાં પોલીસે એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી, લાખોની કિંમતની દવાઓ કરી જપ્ત

ગુજરાતના આણંદ જિલ્લામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા. આણંદ જિલ્લાના બોરસદમાં પોલીસે એક બોગસ

Anand news: બોરસદમાં પોલીસે એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી, લાખોની કિંમતની દવાઓ કરી જપ્ત

ગુજરાતના આણંદ જિલ્લામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા હતા.  આણંદ જિલ્લાના બોરસદમાં પોલીસે એક બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે, જેનું નામ આરીફ મહંમદ વજીરોદિન મલેક છે. આરોપી પોતાના રહેણાંક મકાનમાં ‘આદર્શ દવાખાના’ના નામે ગેરકાયદેસર દવાખાનું ચલાવતો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરીફ મહંમદ કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાઇસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો હતો.

 81 હજાર રૂપિયાની કિંમતની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા

પોલીસે આરોપીના રહેણાંક મકાનમાંથી 81 હજાર રૂપિયાની કિંમતની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મામલાની વધુ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો