Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : A huge scam in the name of 'cleanliness' in Thasra nagarpalika?

VIDEO : ઠાસરા નગરપાલિકામાં 'સ્વચ્છતા'ના નામે મોટું મહાકૌભાંડ? 2.50 કરોડની ગ્રાન્ટ છતાં ગંદકીનું સામ્રાજ્ય

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાની ઠાસરા નગરપાલિકામાં સ્વચ્છતા માટે મળેલી 2.50 કરોડની માતબર ગ્રાન્ટ છતાં શહેર ગંદકીના સામ્રાજ્ય હેઠળ હોવાથી મોટા મહાકૌભાંડની આશંકા સેવાઈ રહી છે. કાગળ પર સ્વચ્છ ભારતના દાવાઓ વચ્ચે વાસ્તવિકતામાં પાલિકાની પોતાની ઓફિસ પાછળ જ ગટરની પાઈપો તૂટેલી હોવાથી મળ મૂત્રની નદીઓ વહી રહી છ. જ્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્ષોથી ખુલ્લી ગટરો મોતના ખાડા સમાન બની છે. સ્વચ્છતા માટે લાખોના ખર્ચે વસાવેલા ૧૦થી વધુ વાહનો અને સાધનો ભંગાર હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે, જેને પગલે જનતામાં ઉગ્ર રોષ સાથે સવાલ ઉઠી રહ્યો છે કે જનતાના ટેક્સના કરોડો રૂપિયા જનહિતને બદલે કોના ખિસ્સામાં જઈ રહ્યા છે?

App Store