મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડા: SP કચેરીમાં મહિલાએ કેરોસીન છાંટીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પીડિતાએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ

રાજ્યના નડિયાદના મલારપુરામાં રહેતી 45 વર્ષીય મહિલાએ ખેડામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળત

ખેડા: SP કચેરીમાં મહિલાએ કેરોસીન છાંટીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પીડિતાએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ

રાજ્યના નડિયાદના મલારપુરામાં રહેતી 45 વર્ષીય મહિલાએ ખેડામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે  ખેડાની SP કચેરીમાં પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે  પીડિતાને મહિલા પોલીસકર્મી પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી.

SP કચેરીમાં પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પ્રાથમિમક માહિતી અનુસાર પતિના મરણ બાદ મહિલાએ એકલવાયા જીવન બાદ અન્ય પુરુષ સાથે પ્રેમ સબંધ થતા લગ્ન કર્યા હતા.બીજા લગ્ન બાદ છેલ્લા 4 મહિનાથી પતિ મારઝુડ કરતા હોવાની પોલીસને ફરિયાદ મહિલાએ કરી હતી.

પતિ છેલ્લા 4 મહિનાથી કરતો હતો મારઝુડ

જેમાં પતિ ઈબ્રાહીમ અલાદ દ્વારા મહિલા સાથે કોઈ વ્યહવાર ન હોવાની નોટિસ પ્રસિદ્ધ કરાવી હતી. મહિલાએ જ્યારે આ જાહેર નોટિસ વિશે જાણ્યું  હતું. આ મામલે મહિલાને  લાગી આવતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ સમાચાર શેર કરો