મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar news: માલણ નદીના પાણી ઘૂસતા ખરેડા ગામ બેટમાં ફેરવાયું, સહાય ન પહોંચતા ગ્રામજનો આક્રોશ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખરેડા ગામમાં નદીના પાણી ઘુસી જતા આખું ગામ બેટમાં

Bhavnagar news: માલણ નદીના પાણી ઘૂસતા ખરેડા ગામ બેટમાં ફેરવાયું, સહાય ન પહોંચતા ગ્રામજનો આક્રોશ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખરેડા ગામમાં નદીના પાણી ઘુસી જતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ઘરમાં પાણી ઘુસી જતા ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હજુ તંત્ર દ્વારા કોઈ મદદ પહોંચી નહીં હોવાનો લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. 

નદીમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘુસ્યા 

પ્રાપ્ત માહિતી મુજબ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે માલણ નદી બે કાંઠે વહી રહી છે, જેથી મહુવા તાલુકાના ખરેડ ગામમાં નદીના પાણી ઘુસી ગયા હતા. નદીમાં ઘોડાપૂરના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘુસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આખા ગામમાં પાણી જ પાણીના દ્રશ્ય દેખાઈ રહ્યા છે. ઘરમાં પાણી ઘુસી જતા ગ્રામજનોના માલ સામાનને પણ ભારે નુકસાન થયું છે. સ્થાનિક તંત્ર દ્વારા હજી સુધી કોઈ સહાય પહોંચી ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો