મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં પણ ‘યુપીવાળી’, બાળકીની છેડતી કરનાર શિક્ષકના ઘરે પહોંચ્યું બુલડોઝર

થોડા દિવસ પહેલા શિક્ષકે 4 ધોરણમાં ભણતી નાની બાળકી પર હેવાનિયત કરી શિક્ષણ સમાજને શર

ગુજરાતમાં પણ ‘યુપીવાળી’,  બાળકીની છેડતી કરનાર શિક્ષકના ઘરે પહોંચ્યું બુલડોઝર

થોડા દિવસ પહેલા શિક્ષકે 4 ધોરણમાં ભણતી નાની બાળકી પર હેવાનિયત કરી શિક્ષણ સમાજને શર્મસાર કર્યો હતો. તેના દંડ રૂપે આજે તંત્ર ઘ્વારા કાર્યવાહી કરી ગુજરાતમાં દાખલો બેસાડ્યો છે.

ગુજરાત સરકારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વાળી કરી હતી. આરોપી શિક્ષક સૈયદ અખતર અલીના ઘરે બુલડોઝર પહોંચ્યા હતા. તંત્ર દ્વારા ગેરકાયદેસર કરેલ દબાણ હટાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ ઘટના છે કે જે યુપીના સીએમ યોગી આદિત્યનાથ વાળી કરવામાં આવી છે.

કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ( ઉંમર-50) આ તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળાને બોલાવી હતી

ગત તા 31 ઓગસ્ટના રોજ શનિવાર સવારની શાળા હોવાથી આ અખ્તરઅલીએ પોતાની  શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળાને બોલાવી હતી, ત્યાર બાદ રૂમના ખુણામાં લઈ જઈ શારીરિક અડપલા અને છેડતી કરી હતી.

ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવીને પરિવારને જાણ કરી હતી

ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવીને પરિવારને જાણ કરી હતી. સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરી હતી. જે બાદ પરિવારે તુંરત જ કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારિરીક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદને ઉઠાવી લાવી પુછપરછ આદરી છે. બીજી તરફ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શિક્ષકને તુરંત નોકરીમાંથી બરતરફ કરવા વાલીઓ માંગણી કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો