વડોદરા : કરજણ પાંજરાપોળમાં ગાયોને કેરીનો રસ પીરસાયો, જુઓ VIDEO
વડોદરા જિલ્લા કરજણ તાલુકામાં ગૌ સેવા એજ પ્રભુ સેવાની વાતને સાર્થક કરતી ઘટના સામે આવી છે. જેમાં પાંજરાપો

વડોદરા જિલ્લા કરજણ તાલુકામાં ગૌ સેવા એજ પ્રભુ સેવાની વાતને સાર્થક કરતી ઘટના સામે આવી છે. જેમાં પાંજરાપોળમાં રાખવામાં આવેલી ગાયોને કેરીનો રસ પીરસવામાં આવ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, પાંજરાપોળમાં ગાય સહિત 2 હજાર જેટલાં પશુઓ હાલ આશરો લઈ રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરમાં કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુઓને શુક્રવારે 300થી વધુ કેરીનો તાજો રસ કાઢીને પીરસવામાં આવ્યો છે. વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લાં ત્રણ વર્ષ જેટલા સમયથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજનસેવા પૂરી પાડી રહ્યું છે.




