મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PANCHMAHAL : કાલોલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Panchmahal News : પંચમહાલ જિલ્લાના કાલોલમાં આવેલી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર કમ સર્કલ

PANCHMAHAL : કાલોલ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Panchmahal News : પંચમહાલ જિલ્લાના  કાલોલમાં આવેલી  મામલતદાર કચેરીના નાયબ મામલતદાર કમ સર્કલ ઓફીસર 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા ઝડપાયા છે. 

કાલોલ મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા રાકેશ સૂથારીયા નામના કર્મચારીએ ફરિયાદી પાસે સરકારી પડતર જમીનની અરજી અંગે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેના  હપ્તા પૈકી 10  હજારની રકમ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા હતા. 

અરજદારે પાછલા ઘણા દિવસોથી સરકારી પડતર જમીન ખેતી સારૂ મેળવવા માટે અરજી કરી હતી, જેમાં સર્કલ ઓફીસર રાકેશ સૂથારીયાએ અરજી અંગે સંમતિ આપવા માટે અરજદાર પાસે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને પુરી રકમ એક સાથે ન થાય તો હપ્તેથી આપવા જણાવ્યું હતું. 

ફરિયાદીએ ACBમાં ફરિયાદ આપતા ACBની ટીમે સર્કલ ઓફીસરની કચેરીમાં પહોંચીને સર્કલ ઓફીસર રાકેશ સૂથારીયાને રૂપિયા 10 હજાર  લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. ACBની ટીમે  ગોધરા કચેરી ખાતે કસ્ટડીમાં રાખીને લાંચિયા અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો