સુરત/ કલાકુંજ સ્વામિનારાયણ મંદિરનો રજત જયંતિ મહોત્સવ, દેશ વિદેશથી હરિભક્તો લેશે પંચાબ્દી મહોત્સવનો લાભ
સુરત શહેરના પ્રવેશ દ્વાર સમા વરાછા રોડ પર છેલ્લા 25 વર્ષથી સત્સંગની આહલેક કલાકુંજ મંદિર ધખાવી રહ્યું છે

સુરત શહેરના પ્રવેશ દ્વાર સમા વરાછા રોડ પર છેલ્લા 25 વર્ષથી સત્સંગની આહલેક કલાકુંજ મંદિર ધખાવી રહ્યું છે. ત્યારે સામાજીક-ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની સુવાસ ફેલાવતાં કલાકુંજ મંદિરમાં બિરાજતાં મંગળ મુર્તિ ધનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ત્યારે રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશથી હરભક્તો પંચાબ્દી મહોત્સવમાં ઉમટનાર છે. ત્યારે તેને ઈને સ્વામિનારાયણ મિશન લસકાણા પાથે ભવ્ય આયોજનને આખરી ઓપ અપાયો છે.
અલગ અલગ કાર્યક્રમો યોજાશે
આ રજત - પંચાબ્દી મહોત્સવનાં અનુસંથાને સંસ્થા દ્વારા અનેકવિધ સામાજિક સેવાઓ, ધાર્મિક કાર્યક્રમો અને આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ દરમિયાન તા. 12/05 ના રોજ સમાજસેવાનાં ભાગરૂપે ફ્રી આરોગ્યલક્ષી કેમ્પ, રક્ત દાન કેમ્પ, બ્રાહ્મણ બટુકો ને યગ્ન પવિત સંસ્કાર સાથે બ્રહ્મચોર્યાશી અને સંત સમેલન જેવા આયોજન કરવામાં આવેલ છે.
કથા સહિતના આયોજન
મહોત્સવનાં પ્રેરક અને મહંત નીલકંઠચરણ દાસજી સ્વામીનાં વક્તા પદે દરરોજ સાંજે 4 થી 7 ભક્તચિંતામણી ગ્રંથની કથા થશે, સાથે જ હરિપ્રકાશદાસજી સ્વામી - સાળંગપુરવાળાનાં વક્તા પદે દરરોજ રાત્રે 9 થી 11:30 દરમિયાન શ્રીમદ ભાગવત કથા નું રસપાન કરવામાં આવશે. આ ઉપરાંન્ત છ દિવસ નો મહાહરિયાગ યજ્ઞ થસે વિશાળ કથાસ્થળ ના ગ્રાઉન્ડ માં બાળનગરી તથા મહિલા યુવામંચ દ્વારા ભવ્ય સાંસ્ક્રુતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે.








