મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જ્યોતિર્લિંગ સોમનાથ: મંદિરના સવારે 4:00 વાગ્યે કપાટ ખુલ્યા, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના સવારના 4:00 વાગ્યે કપાટ ખુલ્યા હતા. પવિત્ર શ્રાવણમાસના પ્ર

VIDEO: જ્યોતિર્લિંગ સોમનાથ: મંદિરના સવારે 4:00 વાગ્યે કપાટ ખુલ્યા, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

 વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના સવારના 4:00 વાગ્યે કપાટ ખુલ્યા હતા. પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવારે ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ મંદિરમાં મહાદેવના દર્શન પ્રાપ્ત કરવા ભક્તોએ કતારો લગાવી હતી.

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ આજથી શરૂ થયો છે, અને પૂર્ણાહુતી તા.03/09/2024 શ્રાવણ વદ અમાસના રોજ થશે. મંદિર પરિસર હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ

હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ છે. ચાતુર્માસની શરૂઆત સાથે જ શ્રાવણ માસ શરૂ થાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

72 વર્ષ બાદ આ શ્રાવણમાં દુર્લભ સંયોગ બન્યો છે..આ વખતે કુલ પાંચ સોમવારનો સંયોગ બન્યો છે...શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થયો છે અને આ સાથે જ સમાપ્ત થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો