Vododara news: વિદ્યાર્થીની હત્યા મામલે આરોપી સગીરને આજીવન કેદની સજા, ચિલ્ડ્રન કોર્ટે આપ્યો ચુકાદો
વડોદરાના બરાનપુરા રોડ પર આવેલી ભારતી સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાં મામલે આરોપી સગીરને જન્મટીપની

વડોદરાના બરાનપુરા રોડ પર આવેલી ભારતી સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાં મામલે આરોપી સગીરને જન્મટીપની સજા ફટકારાઈ છે. સ્કુલમા રજા પડે તે હેતુથી આરોપીએ હત્યા કરી હતી. આ અંગેનો ગુનો જૂન,૨૦૧૮માં વાડી પોલીસ મથકે નોંધાયો હતો.
શાળાના શૌચાલયમાં વિદ્યાર્થીને પતાવી દેવાયો
શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી ભારતી સ્કૂલમાં વિદ્યાર્થી ઉપર શાળાના શૌચાલયમાં સિનિયર વિદ્યાર્થીએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોત નિપજાવતા આરોપી સગીરની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં ચિલ્ડ્રન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બનાવ બન્યો તેના બે દિવસ પહેલા સગીર આરોપીને વર્ગ શિક્ષકે ઠપકો આપતા શાળામાં રજા પડે તે હેતુથી ઓળખતા ન હોય તેવા વિદ્યાર્થીને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની કરપીણ હત્યા કરી નાખી હતી. ગુજરાતની લગભગ એવી પહેલી ઘટના હશે કે જેમાં સગીરને જન્મટીપની સજા થઈ હોય.




