ગુજરાતથી શરૂ થશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા, કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રા યોજી હતી, જેનો પ્રતિસાદ મળ્યો હત

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અને ન્યાય યાત્રા યોજી હતી, જેનો પ્રતિસાદ મળ્યો હતો. ત્યાર બાદ સંસદમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે અમે 2027માં ગુજરાતની ચૂંટણી જીતીશું. ત્યાર પછી હવે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે.
પીડિતોને ન્યાય મળે તે માટે યાત્રા
ઓગસ્ટની બીજી તારીખે યાત્રા યોજાઈ શકે છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધી ન્યાયયાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત આવી શકે છે. ગુજરાતમાં વિવિધ સ્થળો પર બનેલી ગોઝારી ઘટનાઓના સ્થળોને જોડતી યાત્રા યોજાશે. ખાસ કરીને મોરબી થી સુરત અથવા તો ગાંધીનગર સુધીની યાત્રાનું આયોજન થાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સંદર્ભે સત્તાવાર જાહેરાત
મોરબીના ઝૂલતા પૂલ દુર્ઘટના સ્થળથી કોંગ્રેસ ન્યાયયાત્રાની શરૂઆત કરે તેવી પ્રબળ સંભાવના છે. આ સિવાય રાજકોટના ગેમઝોન, વડોદરાના હરણીકાંડ તથા ઉના, થાન, અમદાવાદ તથા સુરત સહિતના દુર્ઘટના સ્થળોને જોડતી યાત્રા હશે.જોકે 2 ઓગસ્ટે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સંદર્ભે સત્તાવાર જાહેરાત થશે.






