ગુજરાત: કોંગ્રેસની આજથી શરૂ થશે ન્યાયયાત્રા, પ્રથમ દિવસે 27 કિમીની યાત્રા યોજાશે
આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થશે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય

આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા શરૂ થશે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે હેતુથી મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવશે. જેમા કોંગ્રેસના મોટા મોટા નેતાઓ હાજરી આપશે. આ યાત્રામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ જોડાઇ શકે છે.
આજે પ્રથમ દિવસે 27 કિલોમીટરની ન્યાય યાત્રા યોજાશે
આજે પ્રથમ દિવસે 27 કિલોમીટરની ન્યાય યાત્રા યોજાશે.મોરબી થી ટંકારા સુધી પ્રથમ દિવસ ન્યાય યાત્રા ન્યાય યોજાશે. મોરબીના દરબાર ગઢ ઝૂલતા બ્રિજ દુર્ધટના સ્થળેથી ન્યાય યાત્રા શરૂ થશે. પીડિત પરિવાર અને કોંગ્રેસ ના આગેવાનો ન્યાય યાત્રામાં જોડાશે.
23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે
આ ન્યાયયાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઇને 23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે. 300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે.
આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવાના છે. લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે.






