મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: કોંગ્રેસની ન્યાય યાત્રા આવતીકાલે મોરબીથી શરૂ, રાહુલ ગાંધી જોડાશે તેવી અટકળો

રાજ્યમાં ગુજરાત કોંગ્રેસ ફૂલ એક્શનમોડમાં આવી ગયું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યમાં થયેલા વડોદરા હરણી બો

ગુજરાત: કોંગ્રેસની ન્યાય યાત્રા આવતીકાલે મોરબીથી શરૂ, રાહુલ ગાંધી જોડાશે તેવી અટકળો

રાજ્યમાં ગુજરાત કોંગ્રેસ ફૂલ એક્શનમોડમાં આવી ગયું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજ્યમાં થયેલા વડોદરા હરણી બોટકાંડ, મોરબી ઝુલતા પુલકાંડ, સુરત તક્ષશિલા અને રાજકોટમાં બનેલા અગ્નિકાંડ સહિત અન્ય પ્રજાઓના મુદ્દાઓને લઈને ગુજરાત કોંગ્રેસ 9મી ઓગસ્ટથી ન્યાય યાત્રા શરૂ કરશે. કોંગ્રેસ ન્યાય યાત્રામાં રોજનું 25 કિલોમીટર જેટલું અંદર કાપવામાં આવશે.

 ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયાત્રા 9થી 23 તારીખ સુધી

મળતા અહેવાલ પ્રમાણે કોંગ્રેસ મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરશે. ન્યાયાત્રા 9થી 23 તારીખ સુધી ચાલશે. ગુજરા કોંગ્રેસે આ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ન્યાય યાત્રામાં સામેલ થવા માટે પાર્ટીના શીર્ષ નેતૃત્વ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ યાત્રામાં 100 પદયાત્રીઓ સમાપાન સુધી સાથે રહેશે.15મી ઓગસ્ટે સુરેન્દ્રનગરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ પછી યાત્રા વિરમગામ, સાણંદથી અમદાવાદના ગાંધી આશ્રમ સુધી પહોંચશે. 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં યાત્રાનું સંપૂર્ણ રીતે સમાપન થશે.

જીગ્નેશ મેવાણીએ શું કહ્યું

મોરબીથી ગાંધીનગર સુધી યોજાવા જઈ રહેલી યાત્રાને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કહ્યું હતું કે, 'પીડિત પરિવારોને ન્યાય આપવામાં આવતો નથી. ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકાર પાસે ન્યાયની અપેક્ષા કરવી નકામી છે. તેવામાં TRP ગેમઝોન અગ્નિકાંડાના આરોપી અધિકારીઓને ક્લીનચિટ આપી છે, ત્યારે અમને ખબર છે કે ભાજપ દ્વારા કોઈ પ્રકારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે નહીં. જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારી તપાસ સમિતિમાં નહીં આવે ત્યાં સુધી યોગ્ય તપાસ થશે નહીં. પીડિતોને ન્યાય અપાવવા અમે લડીશું અને તેમની સાથે ઉભી રહેશું. સાગઠિયાએ ભાજપના પદાધિકારીઓના નામ આપ્યાં છતાં એકપણની ધરપકડ કરવામાં આવી નથી. ગુજરાતમાં બે મોટી દુર્ઘટના પછી પણ સરકારનું પેટનું પાણી હલતુ નથી.'

આ સમાચાર શેર કરો