Video: AAP નેતા પ્રવીણ રામ આજે પોલીસ સ્ટેશનમાં હાજર, પોલીસે ધરપકડની ના પાડી
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા પ્રવીણ રામ આજે 3 ઓક્ટોબરના રોજ સામે ચાલીને કેશોદ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. પ્રવીણ રામે ગઈ કાલે જ સોશિયલ મીડિયા દ્વારા સમર્થકો સાથે પોલીસ સ્ટેશન જવાની જાહેરાત કરી હતી, જેને પગલે કેશોદનું રાજકીય વાતાવરણ ગરમાયું હતું.
ઢોલ-નગારા સાથે 'FIR ઉત્સવ'
કેશોદ અન્ડરબ્રિજમાં પાણી ભરાવવાનો સળગતો મુદ્દો છે. પ્રવીણ રામે આજના દિવસને અનોખી રીતે 'FIR ઉત્સવ' તરીકે મનાવવાની જાહેરાત કરી છે. તેઓ પોતાના સમર્થકો સાથે ઢોલ અને નગારા લઈને પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. પ્રવીણ રામ પોલીસ મથકે હાજર થતા જ પોલીસે તેમની અટકાયત કરી છે.
જો કે આરોપીઓ, આપ પાર્ટીના કાર્યકરો અને સમર્થકો પોલીસ સ્ટેશન પહોંચ્યાં ત્યારે પોલીસે શાંતીથી કાર્યવાહી કરી. આપ પાર્ટીના આરોપી આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચી પોલીસને કહ્યું અમારી ધરપકડ કરો ત્યારે પોલીસે કહ્યું તમે સામે ચાલીને આવ્યાં છો અમે ધરપકડ નહીં કરીએ. ધોરણસર અટકની કાર્યવાહી શરૂ કરી હતી.
આ અસામાન્ય ઘટનાને કારણે પોલીસ સ્ટેશનમાં ઘર્ષણ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રવીણ રામના આ પગલા પાછળનો હેતુ રાજકીય દબાણ સામે અવાજ ઉઠાવવાનો હોય તેમ જણાઈ રહ્યું છે.

