Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Rain breaks in Saurashtra: Mangrol 12.64 inches and Sutrapada 12.36 inches water-bombed, know 24-hour statistics

સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું: માંગરોળમાં ૧૨.૬૪ અને સુત્રાપાડામાં ૧૨.૩૬ ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો ૨૪ કલાકના આંકડા

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું: માંગરોળમાં ૧૨.૬૪ અને સુત્રાપાડામાં ૧૨.૩૬ ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો ૨૪ કલાકના આંકડા
સોર્સ : gstv

Gujarat Weather news Updates : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર ગઇકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે સવારના 6 વાગ્યા સુધીમાં જૂનાગઢના માંગરોળમાં 12.64 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ 12.36 ઈંચ વરસાદથી પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે.

App Store

5 જિલ્લા સિવાય તમામ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ

જામનગર, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર સિવાય તમામ ગુજરાતમાં આજે હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે અનેક જિલ્લાને ઘમરોળ્યા બાદ મેઘરાજાની સવારે આજે ધીમી પડવાની શક્યતા છે. જોકે આ આગાહી સવારના 7ના 10 વાગ્યા સુધીના ત્રણ કલાક માટે જ છે.

ગુજરાત તરફ આગળ વધેલું ચોમાસું અનુકૂળ પરિસ્થિતિમાં

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 2 જુલાઈ 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારો, સમગ્ર દિલ્હી, ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારો, મધ્યપ્રદેશના મોટાભાગના ભાગો તેમજ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો સુધી આગળ વધ્યું છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે.  

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી?

રેડ એલર્ટ: અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ.

ઓરેન્જ એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ.

યલો એલર્ટ: દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર.

5 જેટલી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં જુલાઇ આવતા જ વરસાદની જમાવટ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. છેલ્લા 15 દિવસથી ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે રાજ્ય આસપાસ એક સાથે 5 જેટલી સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થતાં આગામી દિવસોમાં ધમધોકાર વરસાદ પડે તેવી આગાહી છે. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 172 તાલુકામાં મેઘરાજા મહેરબાન