Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : 4 weather systems simultaneously active: Monsoons begin in South Gujarat and Saurashtra

VIDEO: 4 વેધર સિસ્ટમ એકસાથે સક્રિય: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધારની શરૂઆત

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનને બરાબર એક સપ્તાહ વીતી ગયા બાદ આખરે પૂરેપૂરી તાકાત સાથે જામ્યું છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં લાંબા ઈંતજાર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 65 તાલુકાઓમાં નોંધપાત્ર મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, આગામી પાંચ દિવસ માટે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ‘થંડરસ્ટોર્મ ચેતવણી’ જાહેર કરવામાં આવી છે, જેને પગલે તમામ સ્થાનિક વહીવટી તંત્રોને એલર્ટ પર રહેવા સૂચના આપી દેવાઈ છે.

App Store

એકસાથે 4 પાવરફુલ સિસ્ટમ સક્રિય થતાં થશે ભારે વહેણ

ચાલુ વર્ષે જૂન મહિનામાં વરસાદનો આંકડો ઘણો ચિંતાજનક રહ્યો હતો. જૂનમાં સામાન્ય 110.8 મીમી સામે માત્ર 19.9 મીમી વરસાદ નોંધાયો હતો. જે સરેરાશ કરતાં 82 ટકા જેટલી મોટી ઘટ દર્શાવે છે. જોકે, જુલાઈની શરૂઆત થતાં જ આ ખાધ ખૂબ જ ઝડપથી ભરાઈ જાય તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, હાલમાં એકસાથે ચાર મોટી પ્રણાલીઓ સક્રિય થઈ છે. જેમાં મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી એક ઓફશોર ટ્રફ અને મધ્યપ્રદેશથી કોંકણ-ગોવા સુધી અન્ય એક ટ્રફ લાઈન સક્રિય છે. આ ઉપરાંત, બીજી જુલાઈના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને ત્રીજી જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ આકાર લેશે. આ ચારેય સિસ્ટમના કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે, જે આગામી સાત દિવસ સુધી ગુજરાતને ધમરોળશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારે બેટિંગ

મેઘરાજાની વર્તમાન ઇનિંગમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો મોખરે રહ્યા છે. નવસારીના જલાલપોર અને ચીખલીમાં મુશળધાર વરસાદ વરસી ગયો છે. આ સિવાય અમરેલીના સાવરકુંડલા, વલસાડના ધરમપુર અને નાનાપોંઢા તેમજ સુરત શહેર સહિત કામરેજ, પલસાણા, મહુવા, અંબિકા, બારડોલી, ઓલપાડ અને ચોર્યાસી તાલુકાઓમાં 1 ઇંચથી વધુ પાણી ભરાયું છે. મધ્ય અને અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ખેડાના વાસો, ડાંગના વઘઈ, ગીર સોમનાથના ઉના અને તાપીના વાલોડમાં પણ સારો એવો વરસાદ નોંધાતા ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વધવાની પૂરેપૂરી સંભાવના છે.