Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Monsoon set in Gujarat, heavy rain forecast in South Gujarat-Saurashtra

ગુજરાતમાં ચોમાસાની જમાવટ, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યમાં ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને ગાજવીજ સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. ખરાબ હવામાનને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત અને તાપી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા વચ્ચે 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. આ ઉપરાંત નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને આણંદમાં પણ મેઘમહેર જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. 

App Store