Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Kadi-Visavadar by-election results: Three-pronged battle on both seats

વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત, કડીમાં ફરી કમળ ખીલ્યું

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2025
લાઇવ ટીવીGoogle News
વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત, કડીમાં ફરી કમળ ખીલ્યું

ગુજરાતના બહુ ચર્ચિત વિસાવદર અને કડીની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. મળતા અહેવાલ પ્રમાણે કડીમાં ભાજપે પ્રચંડ જીત દાખવી છે અને વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાે ભવ્ય જીત દાઘખવી છે. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.સવારે 8.00 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી, પછી EVMની ગણતરી કરવામાં આવી હતી.

વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભાજપને 98,836 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 59,932 અને આપને 3,077 વોટ મળ્યા છે. કડી ભાજપની જીત જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્યાપી જવા પામી છે.

કડીમાં ચાવડા બંધુઓ વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ

કડીમાં ચાવડા બંધુઓ વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે..જેમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા..સામે કોંગ્રેસના રમેશ ચાવડા ચૂંટણી મેદાને છે. તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાએ પણ ઉમેદવારી નોંધાવી છે.કોંગ્રેસના રમેશ ચાવડા કડીના પૂર્વ ધારાસભ્ય છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના હિતુ કનોડિયાને હરાવ્યા હતા.જો કે 2017માં કોંગ્રેસ તરફથી રમેશ ચાવડા જ ચૂંટણી મેદાને હતા..પરંતુ તેઓ ભાજપના કરશન સોલંકી સામે ચૂંટણી હારી ગયા હતા.

વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર

વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે, જેમાં નવો ધારાસભ્ય કોણ બનશે તે નક્કી થશે. 19 જૂને યોજાયેલા મતદાનમાં 1.48 લાખથી વધુ મતદારોએ 16 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કર્યું હતું. મતદાન બાદ તમામ EVMને જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. આજે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થશે.

પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે, જે બાદ 14 ટેબલ પર 21 રાઉન્ડમાં EVM ખોલવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં વિસાવદરનું ચૂંટણી પરિણામ જાહેર થશે. ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના ગોપાલ ઇટાલિયા વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. મતદારોનો ઉત્સાહ અને શાંતિપૂર્ણ મતદાન બાદ હવે સૌની નજર પરિણામ પર છે.

 

23 Jun 2025

વિસાવદરમાં આપ પાર્ટીની પ્રચંડ જીત

23 Jun 2025

ભાજપના ઉમેદવારની રેકોડબ્રેક લીડથી જીત

23 Jun 2025

ભાજપના ઉમેદવારની રેકોડબ્રેડ લીડથી જીત

23 Jun 2025

કડીમાં 21 રાઉન્ડના અંતે ભાજપ 39047 વોટથી પ્રચંડ જીત 

23 Jun 2025

આમ આદમી પાર્ટીના હોદ્દેદારોમાં ખુશીનું મોજુ જોવા મળ્યું

23 Jun 2025

કડીમાં ભાજપે બધા રેકોર્ડ તોડ્યાં

23 Jun 2025

વિસાદરમાં આપ જીત તરફ, કોંગ્રેસ પાછળ ધકેલાઇ

23 Jun 2025

કડીમાં 18 રાઉન્ડના અંતે ભાજપ 37837 વોટથી આગળ

23 Jun 2025

17 રાઉન્ડના અંતે આપ પાર્ટી 14,406 મતોથી આગળ

23 Jun 2025

કડીમાં 17 રાઉન્ડના અંતે ભાજપ 37568 વોટથી આગળ

23 Jun 2025

કડીમાં 15 રાઉન્ડના અંતે ભાજપ 34742 વોટથી આગળ

23 Jun 2025

રાઉન્ડ 13: કડીમાં ભાજપ આગળ, આપ નબળી પડી

23 Jun 2025

વિસાવદરમાં AAPને જંગી લીડ, ગોપાલ ઇટાલિયા 13 હજાર મતથી આગળ

23 Jun 2025

વિસાવદરમાં 14 રાઉન્ડ પછી આપ પાર્ટી 10583 મતથી આગળ

23 Jun 2025

વિસાવદરમાં 13 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 8678 મતથી આગળ

23 Jun 2025

કડીમાં 12 રાઉન્ડના અંતે ભાજપ 27478 વોટથી આગળ

23 Jun 2025

વિસાવદરમાં AAPના ગોપાલ ઇટાલિયા 7232 મતથી આગળ

23 Jun 2025

વિસાવદરમાં 12 રાઉન્ડના અંતે આપની લીડમાં સતત વધારો

23 Jun 2025

ગોપાલ ઇટાલિયા 5600 મતથી આગળ, ભાજપમાં ચિંતા

23 Jun 2025

11 રાઉન્ડના અંતે કડીમાં ભાજપ આગળ

23 Jun 2025

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની કિરીટ પટેલને ભારે ટક્કર

23 Jun 2025

10મા રાઉન્ડમાં વિસાવદરમાં AAP આગળ

23 Jun 2025

9માં રાઉન્ડના અંતે AAP આગળ

23 Jun 2025

8મા રાઉન્ડમાં કડીમાં ભાજપ આગળ

23 Jun 2025

વિસાવદર પેટા ચૂંટણી પરિણામ 6 રાઉન્ડના અંતે કાંટાની ટક્કર

23 Jun 2025

પાંચમાં રાઉન્ડના અંતે શું છે સ્થિતિ?

23 Jun 2025

ચોથા રાઉન્ડ પછી શું છે સ્થિતિ?

23 Jun 2025

ત્રીજા રાઉન્ડના અંતે શું છે સ્થિતિ?

23 Jun 2025

બીજા રાઉન્ડના અંતે શું સ્થિતિ? 

23 Jun 2025

પ્રથમ રાઉન્ડના અંતે શું છે સ્થિતિ? 

23 Jun 2025

મતદાન કેન્દ્ર પર પોસ્ટલ બેલેટની ગણતરી

23 Jun 2025

મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

23 Jun 2025

વિસાવદરમાં 56.89 ટકા મતદાન, કડીમાં 57.9 ટકા મતદાન નોંધાયું

23 Jun 2025

છેલ્લા 18 વર્ષથી વિસાવદરમાં ભાજપ ચૂંટણી જીત્યુ નથી

23 Jun 2025

વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ  સામે કોંગ્રેસના નીતિન રાણપરીયા ચૂંટણી મેદાને