Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Jail: Case registered against unknown person for finding non-owned SIM card.

Junagadh જેલમાં સુરક્ષાના ધજાગરા: બિનવારસી સિમકાર્ડ મળતા અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ

Timeછેલ્લું અપડેટ : 12 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Junagadh જેલમાં સુરક્ષાના ધજાગરા: બિનવારસી સિમકાર્ડ મળતા અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ
સોર્સ : gstv

રાજ્યની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જૂનાગઢ જિલ્લા જેલમાં અમદાવાદ જડતી જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન બે સિમકાર્ડ મળી આવતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.

App Store

ચેકિંગ દરમિયાન મળી આવ્યા સિમકાર્ડ

મળતી વિગતો મુજબ, અમદાવાદ જડતી જેલની ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લા જેલમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન જેલની બેરેક નંબર 1 ની નજીકથી VI (વોડાફોન-આઈડિયા) કંપનીના બે બિનવારસી સિમકાર્ડ મળી આવ્યા હતા. જેલની અંદર સિમકાર્ડ કોણ લાવ્યું અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

પોલીસ કાર્યવાહી

જેલની અંદર પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવવાના આ મામલાને ગંભીરતાથી લઈને જેલ સત્તાધીશો દ્વારા જૂનાગઢ એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે આ સિમકાર્ડના સીડીઆર (Call Detail Record) કઢાવીને એ જાણવાનો પ્રયાસ કરશે કે આ નંબર પરથી કયા કયા સંપર્કો કરવામાં આવ્યા હતા અને જેલની અંદર આ કાર્ડ પહોંચાડવામાં કોની સંડોવણી છે.

સુરક્ષા સામે સવાલ

જેલમાં મોબાઈલ અને સિમકાર્ડ મળવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે, પરંતુ હાઈ-સિક્યોરિટી અને સતત વોચ વચ્ચે પણ જેલના અત્યંત સુરક્ષિત ગણાતા બેરેક વિસ્તાર સુધી સિમકાર્ડ કઈ રીતે પહોંચ્યા, તે એક ચિંતાનો વિષય બન્યો છે.