VIDEO: જુનાગઢ: માંગરોળ ઘેડમાં ફરી જળબંબાકાર, ૧૫૦૦ કરોડનું પેકેજ ક્યાં ગયું?
જુનાગઢના માંગરોળ ઘેડ પંથકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે ફરી એકવાર જનજી

જુનાગઢના માંગરોળ ઘેડ પંથકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે ફરી એકવાર જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદને પગલે અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી, અનાજ અને કિંમતી ફર્નિચરને ભારે નુકસાન થયું છે.ગંભીર બાબત એ છે કે ઘેડ પંથકના વિકાસ અને પૂર નિયંત્રણ માટે 1500 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, છતાં દર વર્ષે સર્જાતી આ સ્થિતિ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. વિકાસના કામો કાગળ પર જ હોવાની લાગણી સાથે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




