જુનાગઢ: ગિરનાર રોપ-વેના ભાડામાં કરાયો વધારો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે
દિવાળીની રજાઓમાં ઘણા લોકો ફરવા જાય છે. ત્યારે જુનાગઢમાં ગિરનાર રોપ-વેના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, જૂનાગઢના સ્થા

દિવાળીની રજાઓમાં ઘણા લોકો ફરવા જાય છે. ત્યારે જુનાગઢમાં ગિરનાર રોપ-વેના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, જૂનાગઢના સ્થાનિક રહેવાસીઓ અને ડોલીવાળાઓ માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
રોપ-વેના ભાડામાં 10 ટકાનો વધારો
ઉષા બ્રેકો લિમિટેડે દ્વારા ગિરનાર રોપ-વેના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે પ્રવાસીઓએ હવે 600 રૂપિયાને બદલે 699 રૂપિયા ચૂકવવા પડશે. જીએસટી સાથે પ્રતિ વ્યક્તિ પાસેથી 600ને બદલે હવે 699 રૂપિયા ભાડું વસૂલાશે. વધતા ખર્ચ અને મેન્ટેન્સની બાબતને ધ્યાને લઇ રોપ-વે ઓથોરિટી દ્વારા વધારો કરાયા હોવાનો દાવો કર્યો છે.
4 વર્ષમાં 29 લાખથી વધુ લોકોએ રોપ-વેમાં કરી મુસાફરી
તમને જણાવી દઈએ કે, ગિરનારમાં રોપ-વે સેવા 23 ઓકટોબર 2020માં શરૂ કરવામાં આવી હતી. એટલે કે, ચાર વર્ષ બાદ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 29 લાખથી વધુ લોકોએ રોપ-વેમાં મુસાફરી કરી છે.








