મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JUNAGADH : 6 દિવસ સુધી ઘરમાં ઓનલાઈન પુરી રાખ્યાં, જુનાગઢના પ્રોફેસર સાથે સાયબર ફ્રોડનો અનોખો કિસ્સો

Junagadh News : જુનાગઢના એક પ્રોફેસર સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. આરોપી યુવક-યુવતીએ સ્કાઈપી

JUNAGADH : 6 દિવસ સુધી ઘરમાં ઓનલાઈન પુરી રાખ્યાં, જુનાગઢના પ્રોફેસર સાથે સાયબર ફ્રોડનો અનોખો કિસ્સો

Junagadh News : જુનાગઢના એક પ્રોફેસર સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. આરોપી યુવક-યુવતીએ સ્કાઈપી એપ ડાઉનલોડ કરાવી 6 દિવસ સુધી કેમેરા સામે ઓનલાઈન વિડીઓ શરુ રાખી પ્રોફેસર તેમજ તેના પત્નીને તેમના ઘરમાં પુરી રાખી 14 લાખથી વધુ રકમ અલગ અલગ ખાતમાં જમા કરાવી સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું.

જુનાગઢની આયુર્વેદ કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવતા પરપ્રાંતીય અમિતાભ અનાથ માપદારને થોડા દિવસ પહેલા અજાણ્યા ઈસમો એ ફોન કરી પોતે કસ્ટમ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધીકારીઓની ખોટી ઓળખ આપી મુંબઈથી તાઇવાન મોકલવામાં આવેલ પાર્સલમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કર્યો છે અને તેમાં ડ્રગ્સ નીકળ્યું છે તેમાં કહી ફરિયાદીને 90 દિવસ જેલની ધમકી આપી હતી અને તેના ઘરમાં ઓનલાઈન પુરી દીધા હતા અને એપ ડાઉનલોડ કરાવી 6 દિવસ સુધી કેમેરા સામે ઓનલાઈન વિડીઓ રખાવી ઘરમાં જ કેદ કરી રાખ્યાં હતા.  કેસમાં ફસાવવાની ધમકી આપી 14 લાખ રૂપિયાથી વધુ રકમ ઓન લાઈન ટ્રાન્સફર કરાવી હતી. 

ફરિયાદીને કૈક ખોટું થયું છે તેવી શંકા ઉભી થતા જુનાગઢ સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સાયબર પોલીસે લેકચરરની ફરિયાદ લઇ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં વડોદરાના ફૈયાઝ અસગર રાજકોટવાલા તેમજ રચના વિહંગ ગાંધીને આ કેસમાં પકડી લીધા હતા.બન્ને આરોપીને જુનાગઢ લાવી પૂછપરછ કરતા ફૈયાઝ રચના ગાંધીના એકાઉન્ટનો  ઉપયોગ કરતો હતો અને પૈસા ત્યાં જમા કરાવતો હતો. 

હાલ સાયબર પોલીસે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે બાબતે કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરતા કોર્ટે બે બંને આરોપીઓના દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. સાયબર પોલીસે ગણતરીની કલાકોમાં કેસ ઉકેલી અન્ય કોઈ ગુન્હામાં  બંટી-બબલી દ્વારા આચરવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો