Junagdh news: કેશોદ રેલવે સ્ટેશન પર યુવાને ટ્રેનની નીચે ઝંપલાવ્યું, જાણો શું છે કારણ
ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢના કેશોદ રેલ્વે સ્ટેશને

ગુજરાતના જૂનાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં જૂનાગઢના કેશોદ રેલ્વે સ્ટેશને એક યુવક ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો છે.. આ યુવાન ગાંધીનગર વિસ્તારાં રહેન સોડા શોપ ચલાવતો હતો. તેને બે મહિના પહેલા યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા.
મહિલા સાથે ઝઘડો થયો
જોકે ગઈકાલે યુવાનને તે મહિલા સાથે ઝઘડો થયો હતો. આ કારણોસર તેણે આત્મહત્યા કરી હોવો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.આ યુવાને કેશોદ રેલવે સ્ટેશન નજીક ભાવનગર-વેરાવળ ટ્રેન નીચે ઝંપલાવી દીધુ હતુ.. સમગ્ર ઘટનાને લઈને રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે..




