મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: ગેસ પાઈપલાઈનમાં આગ લાગ્યા બાદ 3ના થયા હતા મોત, કાર્યપાલ ઈજનેરે કર્યું આત્મસમર્પણ

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે મોત ફાટી ભયંકર આગ લાગવાના કેસમાં મનસ્વી વલણ જોવા મળ્યું છે

Junagadh news: ગેસ પાઈપલાઈનમાં આગ લાગ્યા બાદ 3ના થયા હતા મોત, કાર્યપાલ ઈજનેરે કર્યું આત્મસમર્પણ

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે મોત ફાટી ભયંકર આગ લાગવાના કેસમાં મનસ્વી વલણ જોવા મળ્યું છે. મનપાની બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલા આજે અંતે પોલીસમાં સરેન્ડર થયા છે.

આગમાં માતા-પુત્રી સહિત ત્રણ લોકોના મોત 

મનપાની JCB દ્વારા રીપેરીંગ દરમિયાન ડ્રાઈવરથી ગેસ પાઈપ લાઈન તૂટી જતાં લાગી આગમાં માતા-પુત્રી સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોના પરિવારજનો દ્વારા ડ્રાઈવર સામે બેદરકારીની ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

હાઈકોર્ટ દ્વારા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવાતા, મનપા ઈજનેર સામે પણ ગુનો નોંધાયો. ત્યારબાદથી ફરાર જયેન્દ્રસિંહ ઝાલાએ પોલીસે દબાણ વધારતા આખરે આત્મસમર્પણ કર્યું છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો