જુનાગઢ, બાદ મહેસાણામાં ફટાકડા ફોડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારી, 3 લોકો ઈજાગ્રસ્ત
ગુજરાતના વધુ એક શહેરમાં ફટાકડા ફોડવા મામલે માથાકુટની ઘટના સામે

ગુજરાતના વધુ એક શહેરમાં ફટાકડા ફોડવા મામલે માથાકુટની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણેલ મહેસાણાના પરા વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બબાલ થઈ હતી બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, અને તિક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા હુમલામાં ત્રણ વ્યક્તિઆઓ ઈજાગ્રસ્ત થયા છે.જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
જૂનાગઢમાં દિવાળીની રાત્રિ રક્તરંજીત બની
જૂનાગઢમાં દિવાળીની રાત્રિ રક્તરંજીત બની છે. મળતા અહેવાલ પ્રમાણે જુનાગઢમાં મધુરમ સોસાયટી પાસે ફટાકડા ફોડવા જેવી બાબતે થયેલી માથાકુટમાં એક યુવાનની હત્યા થઈ છે.જૂનાગઢમાં આવેલી મધુરમ સોસાયટીમાં નજીવી બાબતે માથાકૂટમાં દિવ્યાંગ ચુડાસમા નામના યુવાનની હત્યા થઈ છે.



