મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તારાપુર: જેટકો કંપનીએ ખેડૂતની પાંચ વીઘા જમીનનો સોથ વાળ્યો, વળતર પણ ન ચૂકવ્યું

આણંદ જિલ્લાના તારાપુરમાં સામે આવી છે.તાલુકાના મિલરામપુરા ગામે જેટકો કંપનીએ ડાહ્યા ગોહેલ નામના ખેડૂત

તારાપુર: જેટકો કંપનીએ ખેડૂતની પાંચ વીઘા જમીનનો સોથ વાળ્યો, વળતર પણ ન ચૂકવ્યું

આણંદ જિલ્લાના તારાપુરમાં સામે આવી છે.તાલુકાના  મિલરામપુરા ગામે જેટકો કંપનીએ ડાહ્યા ગોહેલ નામના ખેડૂતની પાંચ વીઘા જમીનનો સોથ વાળી દીધો છે. ખેડૂતોને ન વળતર આપ્યું, ન સમયે કામ કર્યું અને છેતરપિંડી આચરી હોવાની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે.

પરવાનગી દસ્તાવેજો પર સહીઓ કરાવી

મિલરામપુરાથી વસ્તાણા રોડ પર આવેલ કાસવાળા સીમ વિસ્તારમાં આવેલા સર્વે નંબર ૬૯૦માં બે મહિના પહેલા જેટકો કંપની દ્વારા તોતિંગ પોલ ઊભા કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જમીન માલિક ડાહ્યાભાઈ ગોહેલના ઘરે જઈને તમામ જરૂરી પરવાનગી દસ્તાવેજો પર સહીઓ કરાવીને જેટકો કંપનીએ 15 દિવસનો સમય માંગી કામગીરી હાથ ધરી હતી.

જેમાં આ માટે ખેડૂતને વળતર આપવાની વાત કરી હતી, પરંતુ હજૂ સુધી ખેડૂતને ન તો વળતર આપ્યું, ન સમય પર કામ કર્યું, તારાપુરની આ પહેલી ઘટના નથી અહી અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેટકો મીલરામપુરાના ડાહ્યાભાઈના પાંચ વીઘાનુ ખેતર રમણ-ભમણ કરીને પલાયન થઈ છે. આ સિઝન માં પોતાની જમીનમાં ડાંગરનો પાક ન લઈ શકવા અને જમીન સરખી કરવામાં ભારે આર્થિક નુકશાન થવાના ભયને કારણે આ ખેડૂતો આર્થિક વળતરની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો