મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત જીતો બિઝનેસ નેટવર્કની પાંચમી વર્ષગાંઠ, જેબીએન સભ્યોને શેરબજારના ભવિષ્ય અંગે અપાયું માર્ગદર્શન

સુરતના પાલમાં જેબીએન સુરતની પાંચમી એનિવર્સરીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

સુરત જીતો બિઝનેસ નેટવર્કની પાંચમી વર્ષગાંઠ, જેબીએન સભ્યોને શેરબજારના ભવિષ્ય અંગે અપાયું માર્ગદર્શન

સુરતના પાલમાં જેબીએન સુરતની પાંચમી એનિવર્સરીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેબીએન નેટવર્કથી બિઝનેસ વધે છે. તેનાથી દેશના ઘણા લોકોને ફાયદો મળે છે. સુરત બહુ મોટું સેન્ટર છે. ઘણા સમાજો બિઝનેસમાં છે. સારો સમાજ બને સારો નાગરિક બને તે માટે નોલેજ શેર કરીએ છીએ. ભારત વર્તમાનમાં વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. જે ઝડપથી વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ જઈ રહ્યું છે. એકબીજાના સંપર્ક નોલેજ મદદ સપોર્ટથી દેશનો આર્થિક અને સામાજિક વિકાસ ઝડપથી થશે. 

અલ્પેશ બાબુલાલ માંડોત જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જીતો સંસ્થાનાં જેબીએન પ્રોગ્રામના કન્વીનર છે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે જીતો જેબીએન સુરતના પાંચ વર્ષ પૂર્ણ થતા આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન સુમેરુ બેન્કવેટ ખાતે કરવામાં આવ્યું. જૈન ભાઈઓ જે બિઝનેસમાં માહેર હોય છે. તે બિઝનેસને સારું સ્વરૂપ આપીને સારા ઉદ્યોગપતિઓ એકબીજાના ઉદ્યોગને પ્રમોટ કરે તે ઉદ્દેશ્ય સાથે જેબીએન ચાલુ કરવામાં આવ્યું હતું.

જેબીએન વર્લ્ડ વાઈડ ચાલુ છે. સુરતમાં જેબીએનનાં સભ્ય હોય તે સમગ્ર વિશ્વમાં  જીતો જેબીએન મારફત પોતાનો બિઝનેસ કરી શકે છે. જેબીએન એવું પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈ પણ જૈનબંધુ આવી પોતાનો બિઝનેસ ડેવલપ કરી શકે છે. મોતીલાલ જી ઓસવાલ પ્રથમ વખત સુરત જેબીએન કાર્યક્રમમાં હાજર રહી સુરતના જેબીએન સભ્યોને સંબોધન કર્યું. ગત પાંચ વર્ષમાં સુરત જીતો જેબીએન ના ત્રણ ચેપ્ટર શરૂ કર્યા આવનારા 50 વર્ષમાં શું કરી શકાય તે અંગેનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સુરત સિવાય રાજ્યના કે દેશના કોઈપણ વિસ્તારના જૈનબંધુઓ જેબીએન નેટવર્ક સાથે જોડાઈ શકે છે. 

આ સમાચાર શેર કરો