મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JEE મેઈનના પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઈલ મેળવી વગાડ્યો ડંકો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી જેઈઈ મેઈન પહેલા સેશનની પરિક્ષાના પરિણામ જાહેર થયા

JEE મેઈનના પરિણામ જાહેર, સુરતના વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઈલ મેળવી વગાડ્યો ડંકો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી જેઈઈ મેઈન પહેલા સેશનની પરિક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં દેશભરમાંથી અંદાજે 13 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. ઘણા વિદ્યાર્થીઓને 99.99 જેટલા પર્સેન્ટાઈલ મળ્યાં છે. ત્યારે સુરત શહેરમાં પ્રથમ ક્રમે રહેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગેની ટીપ્સ શેર કરી હતી. 

100માંથી 100 માર્ક 

એનસીઆરટી પર ફોક્સ કરતાં ઘણા વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. જેમાં કલ્પ શાહ, આગમ શાહ સહિતના ઘણા વિદ્યાર્થીઓએ ગણિતમાં 100માંથી 100 માર્ક મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આગામી સમયમાં એડવાન્સની તૈયારીઓ કરતાં પહેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે, હાલ બોર્ડની પરિક્ષાઓ ટૂંકા સમયમાં શરૂ થવાની હોવાથી બોર્ડની પરિક્ષા પર પૂર્ણ ફોક્સ કરી રહ્યા છીએ. ત્યારબાદ ફરીથી એડવાન્સની તૈયારીઓ કરવામાં આવશે.

શિક્ષકો ડાઉટ સોલ્વ કરાવતા

સુરત શહેરમાં પ્રથમ ક્રમે આવેલા કલ્પ શાહે કહ્યું કે, મારા માતા-પિતા બન્ને ડોક્ટર છે. પરંતુ મને ગણિતમાં રસ વધુ હોવાથી બાયોલોજીની જગ્યાએ એન્જિનિયરિંગના વિષય સાથે અભ્યાસ કરી રહ્યો છું. અમે વલસાડથી છીએ. પરંતુ મારા મમ્મી મારી સાથે અહિં સુરતમાં રહે છે. હું એલનમાં અભ્યાસ કરી રહ્યો છું. કેમેસ્ટ્રી અને ફિજિક્સના વિષયોમાં થોડો પ્રોબ્લેમ લાગી રહ્યો હતો. જો કે, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ અને ડાઉટ સોલ્વ શિક્ષકો પાસે કરાવતાં મને ખૂબ આસાનીથી આ પરિણામ મેળવવામાં મદદ મળી છે. આગામી સમયમાં હું એડવાન્સ ક્લિયર કરીને મુંબઈ આઈઆઈટીથી કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવા ઈચ્છું છું.

રોજની છ કલાક તૈયારી કરી

મૂળ ભાવનગરના અને શહેરમાં બીજો ક્રમ મેળવનારા આગમ શાહે કહ્યું કે, મારા પિતા એન્જિનિયરિગ કરેલા છે. તેઓ હાલ બિઝનેસમેન છે. જ્યારે માતા ગોલ્ડ મેડાલિસ્ટ છે અને હાઉસવાઈફ છે. જ્યારે મોટાભાઈ આઈઆઈટીયન રહી ચૂક્યા છે. જેમણે કરેલા અભ્યાસનો પણ લાભ મળી રહ્યો છે. હું પહેલા દિવસથી મહેનત કરતો હતો. નારાયણ ઈન્સ્ટિટ્યુટના શિક્ષકો અને મેથડના કારણે મને સફળતા મળી છે. આગામી સમયમાં મારી ઈચ્છા આઈઆઈટી મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાની ઈચ્છા છે. હું જ્યારે કંટાળી જતો ત્યારે ગીટાર વગાડીને મૂડને ફ્રેશ કરતો હતો. મને માતા પિતા અને શિક્ષકોનો મોરલી સપોર્ટ પૂરતો મળી રહ્યો છે. હ

આ સમાચાર શેર કરો