મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ તથા 10 શખ્સો પર નોંધાઈ દલિત યુવકના અપહરણ અને માર મારવાની ફરિયાદ

Junagadh News : ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ત

VIDEO : જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ તથા 10 શખ્સો પર નોંધાઈ દલિત યુવકના અપહરણ અને માર મારવાની ફરિયાદ

Junagadh News : ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ તથા 10 શખ્સો પર દલિત યુવકને માર મારી તેનું અપહરણ કરવાની સાથે માર મારી તેમજ મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર યુવક હાલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

આ અંગે ફરિયાદીએ લખાવેલી ફરિયાદ અનુસાર સંજય રાજુભાઈ સોલંકી (ઉંમર 26) નામનો દલિત યુવાન જુનાગઢમાં દાતાર રોડ પર આર્યસમાજ પાસે રહે છે અને કોરિયોગ્રાફર તરીકે કામ કરે છે. ગઈકાલે 30 મેએ સંજય પોતાના પુત્રને લઈને મોટરસાઇકલ પર જતો હતો એ દરમિયાન એક કાર સ્પીડમાં તેની પાસે આવી હતી. સંજયે આ કારચાલાકને કાર ધીમી ચલાવવાનું કહેતા કારમાં બેસેલા લોકો બબાલ કરવા લાગ્યાં હતા. ત્યારે સંજયે કહ્યું હતું કે કો ઝઘડો કરવો હોય તો હું મારા પુત્રને ઘરે મૂકીને પાછો આવું છું. 

સંજય ઘરે પહોંચ્યો ત્યારે આ કાર સાથે અન્ય એક મોટી કાર ત્યાં આવી હતી. સંજયના કહેવા પ્રમાણે બંને કારમાંથી જયરાજસિંહ જાડેજાનો પુત્રે ગણેશ ગોંડલ અને અન્ય 10 લોકો ઝઘડો કરવાના ઇરાદે નીચે ઉતર્યા હતા. સંજયના પિતા રાજુભાઈ સોલંકી જયરાજસિંહને ઓળખાતા હોવાથી તેમણે જયરાજસિંહને ફોન કરી સમાધાન કરાવ્યું હતું. 

બાદમાં આજ રાત્રે ત્રણ વાગ્યા આસપાસ ફરિયાદી યુવક સંજય બહાર આંટા મારતો હતો ત્યારે ફરી આ બે કારમાં જયરાજસિંહ જાડેજાનો પુત્રે ગણેશ ગોંડલ અને અન્ય 10 લોકો આવ્યાં હતા અને સંજયની મોટરસાઇકલને પાછળથી ટક્કર મારી તેને પાડી દીધો હતો. આ લોકોએ સંજયને આડેધડ માર મારીને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ દરમિયાન રસ્તામાં કારમાં એક શખ્સ પોતે પોલીસ હોવાનું કહી તેણે પણ સંજયને માર માર્યો હતો. એક અવાવરું વાડીમાં નીચે ઉતારી સંજયને માર માર્યો હતો અને જાતિગત અપમાન કર્યું હતું. બાદમાં ફરીથી સંજયને કારમાં બેસાડી દીધો હતો. 

સંજયને આ લોકો ગણેશગઢમાં ગણેશ ગોંડલના ઘરે લઈ ગયા હતા. ત્યાં ગણેશ ગોંડલના માણસો પિસ્તોલ વગેરે હથિયારો સાથે હાજર હતા. સંજયને ગણેશ ગોંડલની ઓફિસમાં લઇ ગયા હતા અને તેના કપડાં કાઢી ફરી માર મારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો અને સંજય પાસે માફી મંગાવી હતી.

સંજય સોલંકી જુનાગઢમાં NSUI શહેર પ્રમુખ છે. આરોપીઓએ સંજયને ધમકી આપતા કહ્યું હતું કે જુનાગઢ NSUIમાંથી રાજીનામું આપી દેજે અને જો આ ઘટના વિશે કોઈને કહ્યું તો મારી નાખીશું. આરોપીઓ સંજયને જુનાગઢમાં ભેસાણ રોડ પર કિયા શોરૂમ પાસે ઉતારીને જતા રહ્યાં હતા. 

ભોગ બનાનર દલિત યુવક સંજય સોલંકીઆ નિવેદનને આધારે જુનાગઢ એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ સામે IPC કલમ 143,147,148,148, 307, 355, 323,504,505(2), આર્મ્સ એક્ટની 25(1-b)(a) તેમજ એટ્રોસીટીની કલમ 3(1)(r)(S), 3(2)(5) હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો