જયેશ રાદડિયાનો હુંકારઃ 'આ એજ સમાજ છે જે રાજકિય રીતે ટોચ પર બેસાડવાની સાથે કેટલાકને નીચે પણ બેસાડી શકે'
સુરતમાં વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને પાટિદાર આગેવાન જયેશ રાદડિય

સુરતમાં વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિના કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને પાટિદાર આગેવાન જયેશ રાદડિયાએ સમાજમાં રાજકિય અને મજબૂત આગેવાનીને લઈને હુંકાર કરી હતી. જેમાં સમાજના અમુક લોકોના પગ ખેંચવાની જગ્યાએ સમાજને મજતૂબ બનાવવાના પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
માયકાંગલા હોય એની સમાજમાં જરૂર નથી
રાદડિયાએ કહ્યું હતું કે, 'માયકાંગલા હોય એની સમાજમાં જરૂર નથી, પોતે તો ડૂબશે પણ સાથે-સાથે સમાજને પણ ડૂબાડશે. આવા લોકોની સમાજને આજે પણ જરૂર નથી કે કાલે પણ નથી. જાહેર મંચ પર કહેવા માટે ટેવાયેલો છું. જો કોઈ રાજકિય કે સમાજના મજબૂત આગેવાન બને ત્યારે તેમની મંચ પર સ્પીચ આપતી વખતે મારે નીચે બેસીને પણ ફોટો પડાવવાની કાયમી માટેની તૈયારી છે.'
સમય આવ્યે જવાબ આપવાની અમારી તૈયારી
રાદડિયાએ કહ્યું કે, 'સમય આવ્યે જવાબ આપવાની અમારી તૈયારી છે. આ એજ સમાજ છે જે રાજકિય રીતે ટોચ પર બેસાડવાની સાથે કેટલાકને નીચે પણ બેસાડી શકવાની તાકાત ધરાવે છે. આ બધા વચ્ચે સમાજ મજબૂત થાય એ માટે પ્રયત્ન કરવા જોઈએ. સમાજનો આગેવાન મજબૂત હોય તેનો સ્વીકાર કરવો જોઈએ.'






