Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : VIDEO: Stuntmen go wild: Videos of bike stunts at a busy intersection in Jamnagar go viral, pedestrians are shocked

VIDEO: સ્ટંટબાજો બેફામ: જામનગરની વ્યસ્ત ચોકડી પર બાઈક સ્ટંટના વીડિયો વાયરલ, રાહદારીઓ ફફડી ઉઠ્યાં

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં જાહેરમાં હુમલા અને હત્યા જેવી ગંભીર ઘટનાઓ બાદ હવે લુખ્ખા તત્વોને પોલીસનો જરા પણ ડર રહ્યો ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તાજેતરમાં શહેરના અતિ વ્યસ્ત એવા નાગનાથ ગેટ ચોકડી પાસે કેટલાક ઈસમોએ જાહેર માર્ગ પર જોખમી બાઈક સ્ટંટ કરી સામાન્ય જનતામાં ભયનો માહોલ ફેલાવ્યો હતો.

App Store

જાહેર માર્ગ પર જોખમી ખેલ અને બૂમબરાડા
પ્રાપ્ત વિગતો અનુસાર, નાગનાથ ગેટ ચોકડી જેવા ધમધમતા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ રસ્તાની વચ્ચે પોતાની બાઈકો ઉભી રાખી અને ચાલુ વાહનો વચ્ચે જોખમી સ્ટંટ કરવાનું શરૂ કર્યું હતું. આ શખ્સો માત્ર સ્ટંટ જ નહોતા કરી રહ્યા, પરંતુ જોરજોરથી બૂમબરાડા પાડીને વાતાવરણને ડરામણું બનાવી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લોકોમાં ફફડાટ: મહિલાઓ અને બાળકો ભયભીત
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ ઘટના સમયે રસ્તા પરથી પસાર થતી મહિલાઓ અને નાના બાળકો આ દ્રશ્યો જોઈને અત્યંત ભયભીત થઈ ગયા હતા. એક તરફ જામનગર પોલીસ ટ્રાફિકના નિયમો પાળવા સામાન્ય જનતા પાસે દંડ વસૂલે છે, ત્યારે બીજી તરફ આવા બેફામ બનેલા તત્વો સામે પોલીસની ઢીલી કામગીરી સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે.

પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલો
જામનગરમાં જાહેરમાં થતા હુમલા અને વાહનચાલકોની વધતી જતી બેદરકારીને કારણે નગરજનો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. "પોલીસનો ડર ક્યાં ગયો?" એવો સવાલ આજે દરેક નાગરિક પૂછી રહ્યો છે. નાગનાથ ગેટ જેવી ભરચક ચોકડી પર જો આવા બનાવો બનતા હોય, તો રાત્રિના સમયે અવાવરું રસ્તાઓની સ્થિતિ શું હશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

સ્થાનિકોની માંગ
નગરજનોની માંગ છે કે પોલીસ માત્ર કાગળ પર પેટ્રોલિંગના દાવા કરવાને બદલે આવા સ્ટંટબાજોને શોધી કાઢી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરે અને તેમના વાહનો ડિટેઈન કરે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય.