Video: હાપાના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા 227મી જન્મજયંતિની ઉજવણી, ગુરુ ભોજલરામ બાપા માટે બનાવ્યો 10 બાય 10 ફૂટનો વિશાળ રોટલો

સોર્સ: gstv

આ ખાસ અવસરે સંસ્થા દ્વારા પૂજ્ય જલારામ બાપાના ગુરુ શ્રી ભોજલરામ બાપા માટે 10 બાય 10 ફૂટની સાઇઝનો વિશાળ રોટલો તૈયાર કરવામાં આવ્યો હતો, જે ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ રોટલો બનાવવા માટે ૮૫ કિલો ઘઉં અને બાજરીનો લોટ, ૨૮ લિટર પાણી તેમજ ૨ કિલો ઘીનો ઉપયોગ કરાયો હતો. ચાર બહેનોની મહેનતથી માત્ર ૨ કલાકમાં તૈયાર થયેલા આ મહા રોટલાનો પ્રસાદ હજારો ભક્તોમાં વહેંચવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૫માં 7 બાય 7 ફૂટનો રોટલો બનાવવાનો રેકોર્ડ પણ આ જ સંસ્થાના નામે છે, જેણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત