Video: ભરૂચ શહેર અને જિલ્લામાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતીની શ્રદ્ધાભેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી

જન્મજયંતિ નિમિત્તે ભરૂચના કસક વિસ્તારમાં આવેલા મુખ્ય જલારામ મંદિર સહિત શહેરના અન્ય મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરોમાં બાપાની પવિત્ર પાદુકાનું પૂજન, વિશેષ દર્શન અને આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભક્તોએ મંદિરોમાં પહોંચીને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત દિવસ દરમિયાન ભજન-કીર્તન અને સત્સંગના કાર્યક્રમો યોજાતા સમગ્ર ભરૂચ નગરી જલારામમય બની ગઈ હતી
જાહેરાત







