જામનગર / પીએમ મોદી એરપોર્ટથી સીધા રાજવી જામસાહેબને મળવા પહોંચ્યાં, જામસાહેબે પીએમને પહેરાવી પાઘડી
PM MODI IN JAMNAGAR : વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે અને આજે ચોથી જનસભા સંબોધવા માટે જામનગર પહોંચ્યા છે. રાજ્યમાં

PM MODI IN JAMNAGAR : વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે છે અને આજે ચોથી જનસભા સંબોધવા માટે જામનગર પહોંચ્યા છે. રાજ્યમાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે.આવામાં વડાપ્રધાન મોદી જામનગર એરપોર્ટથી સીધા રાજવી જામસાહેબને મળવા પહોંચ્યાં હતા.
જામસાહેબે વડાપ્રધાનને પાઘડી પહેરાવી
મુલાકાત દરમિયાન જામસાહેબે વડાપ્રધાન મોદીને પાઘડી પહેરાવી હતી, જે પાઘડી પહેરીને વડાપ્રધાન મોદી સભાને સંબોધન કરવા પહોંચ્યા હતા. સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું કે જામસાહેબની આ પાઘડી તેમના માટે પ્રસાદ સમાન છે.
ક્ષત્રિય આંદોલન વચ્ચે મુલાકાત ઘણી જ સૂચક
રાજ્યમાં ક્ષત્રિયો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે, એવામાં બંને મહાનુભાવોની આ મુલાકાત ઘણી જ સૂચક છે. ઉલ્લેખનીય છે કે રૂપાલા વિવાદમાં જામનગર રાજવી જામસાહેબે ક્ષત્રિય સમાજ જોબ પત્ર લખ્યો હતો અને વડાપ્રધાન મોદીને સમર્થન આપવા સૂચન કર્યું હતું.






