Jamnagar news : ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના 2 બાળકો સહિત 3નાં પાણીમાં ડૂબી જતા મોત
Jamnagar news : જામનગરના નાઘેડીમાં ગણેશ વિસર્જન સમયે દુર

Jamnagar news : જામનગરના નાઘેડીમાં ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે.
પિતા-બે બાળકોનાં ડૂબવાથી મોત
મળતી માહિતી મુજબ, જામનગરના નાઘેડી વિસ્તારની પોદાર સ્કૂલ નજીક આવેલા તળાવમાં ગણેશ વિસર્જન કરવા જતાં પિતા અને બે બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. પંચકોષી બી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
આ દુર્ઘટનામાં તળાવમાં ડૂબી ગયેલા પિતા અને બે બાળકોના મૃતદેહને ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોના મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.





