Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A witch suddenly asked for a lift, the young man died as soon as they met... The story of a cemetery in Prayagraj, UP, read the whole case

ડાકણે અચાનક લિફ્ટ માગી, નજર એક થતા જ યુવકનું મોત...યુપીના પ્રયાગરાજના એક કબ્રસ્તાનની સ્ટોરી, વાંચો આખી ઘટના

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ડાકણે અચાનક લિફ્ટ માગી, નજર એક થતા જ યુવકનું મોત...યુપીના પ્રયાગરાજના એક કબ્રસ્તાનની સ્ટોરી, વાંચો આખી ઘટના
સોર્સ : GSTV

 UP news: યુપીના પ્રયાગરાજ શહેરમાં 168 વર્ષ જૂની ગોરા કબ્રસ્તાનને લઈ ઘણી માન્યતાઓ, દંતકથા પ્રચલિત છે. આમાંથી એક કહાણી 10 વર્ષ જૂની છે. જેના લીધે સૌને ભયમાં જીવવા મજબૂર કરી નાખ્યા છે. એ દિવસ પછી લોકો ત્યાં જવાથી પણ ડરે છે. શું છે આ આખો મામલો, ચાલો જાણીએ. 

App Store

 મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરથી આશરે 13 કિલોમીટરના અંતરે આવેલા બેરહના વિસ્તાર...આ એરિયામાં ગોરા કબ્રસ્તાન આવેલું છે. જે 168 વર્ષ જૂનું છે. એવું કહેવાય છે કે, અહીં 600થી વધુ અંગ્રેજ અમલદારોની કબરો આવેલી છે. આ કબ્રસ્તાનની ડિઝાઈન, કોતરકામ અને આને બનાવવાની શૈલીને લઈ ખૂબ જાણીતું છે. દિવસના સમયે તો લોકો આ જૂના કબ્રસ્તાનને જોવા પહોંચે છે પરંતુ જેવી સાંજ પડે કે 6 વાગ્યા બાદ અહીં એન્ટ્રી પ્રતિબંધ છે. સરકારે જાતે આની સુરક્ષાની જવાબદારી લીધેલી છે. આ ગોરા કબ્રસ્તાન સાંજે બંધ થયા પાછળ એક કહાણી ખૂબ પ્રચલિત છે.

એ તારીખ હતી જુલાઈ-2015ની કીડગંજ થાણા વિસ્તારના રહેવાસી 24 વર્ષીય યુવક રૂપેશનું અચાનક મોત થયું. રૂપેશના પિતા મૂળચંદ અનુસાર આ કોઈ સાધારણ મોત નહોતું. પરંતુ આનું સીધું કનેક્શન આ કબ્રસ્તાન સાથે સંકળાયેલું છે. મૂળચંદે જણાવ્યું હતું કે, મારો દીકરો રૂપેશ એ દિવસે એક લગ્નમાંથી સાંજના સમયે પરત ઘરે આવી રહ્યો હતો. રૂપેશ સ્કૂટર પર સવાર હતો. રસ્તામાં ગોરા કબ્રસ્તાનથી એક કિલોમીટર દૂર એક માસ્ક પહેરેલી યુવતીએ રૂપેશ પાસે લિફ્ટ માંગી હતી. રૂપેશે તેને લિફ્ટ પ આપી અને કબ્રસ્તાનની નજીક આ યુવતી ઉતરી ગઈ. જતાં-જતાં આ યુવતીનો ચહેરો રૂપેશે જોઈ લીધો અને ઘરે આવી તે બીમાર પડી ગયો. અને ત્યારબાદ માત્ર 24 કલાક કલાકમાં જ રૂપેશ મોતને ભેટયો હતો.
 
અહીં રહેતા સ્થાનિકોની વાત માનીએ તો અત્યાર સુધી કુલ ચાર લોકો શિકાર બની ગયા છે. જેમાં એકનું મોત પણ થયું છે. આનું કારણ ભય કહેવામાં આવી રહ્યું છે. લોકોનું કહેવું છે કે અડધી રાતે એક માસ્ક પહેરેલી મહિલા રોડ પર લોકો પાસેથી લિફ્ટ લે છે અને રોકાયા પછી લોકોને પોતાનો ચહેરો બતાવે છે. ત્યારબાદ લોકો બીમાર થઈને મોતને ભેટે છે. આ કાંતો અંધવિશ્વાસ છે અથવા મજાક, જેમાં કેટલાક લોકો પોતાનો અંગત સ્વાર્થ સાધવા માગે છે. આ આખો મામલો તપાસનો વિષય બની ચુક્યો છે. પોલીસે આ માટે તપાસ શરૂ કરાવી જોઈ પરંતુ પરિણામ કંઈ નીકળ્યું નહીં.

મોંઘાં કપડાં પહેરાવીને દફન કરાવતા હતા
અલ્હાબાદ યુનિવર્સિટીના એક પ્રાધ્યાપકે જણાવ્યું કે, આ કબ્રસ્તાનને બનાવવામાં અંગ્રેજોએ પાછળ વળીને જોયું નથી. આ કબ્રસ્તાન બનાવવા ખૂબ પૈસા ખર્ચવામાં આવ્યા હતા. મોંઘા કપડાં અને દાગીનાની સાથે ઘણા વીઆઈપી અંગ્રેજોને અહીં દફન કરવામાં આવ્યા હતા. તેઓની કબરોમાં મોંઘી ધાતુઓના શિલાલેખ અથવા નેમ પ્લેટ લગાડવામાં આવી હતી. આ કારણથી આઝાદી પછી જેવી આની જાણકારી જાહેર થતા તસ્કરો આ કબરોની મોંઘી શિલાપટ અને અન્ય વસ્તુઓ ચોરી કરી લઈ ગયા હતા.

સ્પેશિયલ શૈલીમાં કબરો બનાવવામાં આવી છે
પ્રોફેસર યોગેશ્વર તિવારી જણાવે છે કે, વર્ષ-1857માં બનાવેલી ગોરા કબ્રસ્તાનમાં જે કબરો બનેલી હતી, તે મુખ્ય રીતે બ્રિટિશ કાળની ખ્રિસ્તી કબરની શૈલી ધરાવતી હતી. કબરનું નિર્માણની ઘણી શૈલીઓનું આમાં મિશ્રણ છે. સૌથી વધુ ગૌથિક શૈલીમાં અહીં કબરો બનાવવામાં આવી છે. જેમાં લાંબી, અણીદાર મહેરાબ અને ઊંચા શિલાલેશ, સુંદર કોતરકામ અને બાઈબલના શ્લોક કોતરેલા છે.