VIDEO: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
VIDEO: રાજ્યમાં ઘણા સમય બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ફરી આવતા 7 દિવસ એટલે કે, 29 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે.
આ આગાહીમાં રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાવાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. તેમજ પોર્ટ ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. આજે સુરત, તાપી, નવસારીમાં ભારે વરસાદને લીધે રેડ એલર્ટ આપ્યું છે.
આ સિવાય આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, નર્મદા, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, દાહોદ, અમદાવાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ અને પવન ફુંકાવાની આગાહીને લીધે હવામાન વિભાગ દ્વારા બંદર ઉપર 3 નંબરનું ભયજનક સ્થિતિ દર્શાવતું સિગ્નલ લગાવ્યું છે. તેમજ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપી છે.

