Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: More than 5 thousand women filled the forms for the recruitment of 298 posts of Tedagar and worker in Surendranagar

VIDEO: સુરેન્દ્રનગરમાં તેડાગર અને કાર્યકરની 298 જગ્યાની ભરતીમાં 5 હજારથી વધુ મહિલાઓએ ફોર્મ ભર્યા

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલી હદે બેરોજગારી છે તેનો ચિતાર સામે આવી ચુક્યો છે. તાજેતરમાં સરકારે તેડાગર અને કાર્યકરની ભરતી અંગેની જાહેરાત મૂકી હતી. જેનો આવતીકાલે એટલે કે, આજે એટલે કે,  29 ઓગસ્ટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. કુલ 298ની ભરતીની જાહેરાતમાં આખા સુરેન્દ્રનગર જિલ્લામાંથી કુલ 5 હજારથી વધુ મહિલાઓએ ભરતી માટે ફોર્મ ભર્યા હતા. જેથી આખા જિલ્લામાં બેરોજગારીનો આંકડો હજી કેવો હશે તે જાણી શકાય છે.

App Store

ભરતીને લઈ રહેણાકના દાખલા અને મામલતદાર કચેરીએ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવી છે. તેડાગર અને કાર્યકરની ભરતીને લઈ મહિલાઓનો ભારે ધસારો થઈ રહ્યો છે.

સરકારી ભરતીમાં મહિલાઓ મોટી સંખ્યામાં ફોર્મ ભરી રહી છે. આ માટે રહેણાકના દાખલા તાત્કાલિક મળી શકે તે માટે તંત્રએ વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે. આ માટે તંત્રએ 3 સિસ્ટમ શરૂ કરી છે. શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. તેડાગર અને કાર્યકરની કુલ 298 ભરતીની જાહેરાત સામે આખા જિલ્લામાંથી કુલ 5 હજાર કરતાં વધુ મહિલાઓએ ફોર્મ ભરી દીધા છે. બેરોજગારી કૂદકેને ભૂસકે વધી રહી છે. તે અંગે તંત્રએ પણ ખાસ ધ્યાન આપવા જેવું છે.