Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : VIDEO: Uncontrolled cloud cover persists in Mahuva city and rural areas of Bhavnagar since morning

VIDEO: ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી અનરાધાર મેઘમહેર યથાવત્

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં વરસાદની 3 સિસ્ટમ સક્રિય થતા છેલ્લા બે દિવસથી ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારના 6 વાગ્યાથી વરસાદી હેલી શરૂ થઈ છે. અનરાધાર વરસાદ વરસવાનું શરૂ કર્યું છે. જેથી કળસાર, નૈપ, માળવાવ, રોહિસા, વાઘનગર, ભાદ્રોડમાં મેઘમહેર થઈ રહી છે.

App Store

 ભાવનગર જિલ્લામાં ઘણા સમય બાદ વરસાદ શરૂ થયો છે. સમગ્ર ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. સારા એવા વરસાદથી ખેડૂતોના ખેતરોમાં સોનામાં સુગંધ ભળી છે. આ વર્ષે ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ છે. જેથી આ વર્ષ સારું જશે. ઉપરાંત સવારથી અનરાધાર વરસાદ વરસવાને લીધે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે.