Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Adani Group: Adani family's daughters-in-law Srishti and Diva Adani have been entrusted with important responsibilities in the group

Adani Group: અદાણી પરિવારની પુત્રવધૂઓ સૃષ્ટિ અને દીવા અદાણીને ગૃપમાં મહત્ત્વની જવાબદારીઓ સોંપાઈ

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Adani Group: અદાણી પરિવારની પુત્રવધૂઓ સૃષ્ટિ અને દીવા અદાણીને ગૃપમાં મહત્ત્વની જવાબદારીઓ સોંપાઈ
સોર્સ : GSTV

Adani Group: અદાણી ગૃપના વડા ગૌતમ અદાણી તેમના ગૃપમાં મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના પરિવારની પુત્રવધૂઓ જેમ કે સૃષ્ટિ અદાણી અને દીવા અદાણીને પણ મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

App Store

દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના જૂથમાં મહિલા નેતાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેથી તેઓ તેમના જૂથમાં વિવિધતા લાવી શકે. આ માટે, પરિવારની મહિલા સભ્યોને જૂથની વિવિધ કંપનીઓના નેતૃત્વમાં સામેલ કરવામાં આવી રહી છે.

અદાણી ગૃપના બંદરોથી લઈને વીજળી સુધીના વ્યવસાયોમાં મહિલા નેતૃત્વનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જેથી અદાણી ગૃપના બોર્ડમાં વિવિધતા આવી શકે. આ માટે, અદાણી પરિવારમાંથી જ મહિલા પ્રતિભાઓને આગળ લાવવામાં આવી રહી છે.

આ બે મહિલાઓને મોટા હોદ્દા મળ્યાં

અદાણી પરિવારની બે મહિલાઓને તાજેતરમાં અદાણી ગૃપની કંપનીઓમાં નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણીની પત્ની સૃષ્ટિ અદાણીને અદાણી ડિજિટલ લેબનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ પછી, પુત્રવધૂ દીવા અદાણીને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડમાં નોન-એરો બિઝનેસનો ઈન્ચાર્જ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, તે એરપોર્ટના સંચાલનમાં ગ્રાહક સંભાળ પાસામાં પણ મદદ કરશે. દિવા અદાણી સુરતના હીરા વેપારી જૈમિન શાહની પુત્રી છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થયેલી દિવાએ અદાણી ગૃપના ચેરિટેબલ ફાઉન્ડેશનના ડિસેબિલિટી પ્રોગ્રામમાં 1 વર્ષ સુધી કામ કર્યું છે. આ પહેલા, તેણીએ વેલનેસ્ટ ટેકની સ્થાપના કરી છે.

અન્ય ઉદ્યોગપતિઓ પણ મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપી રહ્યા છે

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં પણ મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમની પુત્રી ઇશા અંબાણીને રિલાયન્સની રિટેલ શાખાનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમને અન્ય ઘણા હોદ્દા આપવામાં આવ્યા છે. અદાણી અને અંબાણીની સાથે, દેશના અન્ય મોટા વ્યવસાયિક જૂથો જેમ કે આદિત્ય બિરલા ગૃપ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં પણ મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.