મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહારાજ સાહેબોની અકસ્માત દ્વારા થયેલી હત્યાઓના વિરોધમાં યોજાઈ જૈન સમાજની મહારેલી

અમદાવાદમાં જૈન સમાજ દ્વારા મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદમાં જૈન સમાજ દ્વારા મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી મહારાજ સાહેબોની અકસ્માત દ્વારા થયેલી હત્યાઓના વિરોધમાં અને આવા અકસ્માતોની યોગ્ય તપાસની માંગ સાથે યોજાઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં જૈન ભાઈ-બહેનો, સાધુઓ અને ભગવંતો જોડાયા હતા. આ રેલી રેવા જૈન સંઘ, વાસણાથી શરૂ થઈ અને પ્રીતમ નગર અખાડા ખાતે સમાપ્ત થઈ, જેનું કુલ અંતર ત્રણ કિલોમીટર હતું.

મહારાજ સાહેબોની અકસ્માત દ્વારા થયેલી હત્યાઓના વિરોધમાં રેલી યોજાઈ

આ રેલીનું આયોજન સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું, જેના પ્રમુખ મહેન્દ્ર શાહ અને સેક્રેટરી સુનીલ શાહ છે. જૈન સમાજે કેન્દ્ર સરકાર પાસે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચનાની માંગ કરી છે. હાલની SIT રાજ્ય સરકાર દ્વારા રચાઈ છે, પરંતુ કેન્દ્ર સરકાર સાથે સંકલન કરી વધુ નિષ્પક્ષ તપાસની જરૂર છે.

આ સમાચાર શેર કરો