મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉપલેટામાં ITIના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ

થોડા દિવસ પહેલા ઉપલેટા ITIના વિદ્યાર્થીએ ઘરે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જેને લ

ઉપલેટામાં ITIના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ

થોડા દિવસ પહેલા ઉપલેટા ITIના વિદ્યાર્થીએ ઘરે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જેને લઈને વિદ્યાર્થીના પરીવારજનો દ્વારા એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાઈ. ITI ડુમિયાણીના શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવાર દ્વારા લગવાયા આક્ષેપ. આપઘાત કરતા પહેલા ITIના  સર અને મેડમના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો વિડિયો પણ બનાવેલ હતો.

મૃતકના પરિવારજનો દ્વારા નોંધાઈ ફરિયાદ

ઉપલેટા રહેતા અને ડુમિયાણી ખાતેની આઈ.ટી.આઈ માં વાયરમેનનો કોર્સ કરતા ૧૯ વર્ષની ધાર્મિક રાજેશભાઈ ભાસ્કર નામના યુવકે ગત તારીખ ૦૫/૦૨/૨૦૨૫ ના રોજ પોતાના ઘરે પાછો ખાય આપઘાત કર્યો હતો જેમાં આ મામલે આપઘાત કરનાર ધાર્મિક ના પિતાએ સમગ્ર બાબતે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં આ આપઘાતનું કારણ તેમના શિક્ષક મેડમ અને શિક્ષક સરના કારણે કર્યું હોવાની બાબત સામે આવતા સમગ્ર બાબતે મરવા મજબૂર કરવા અને એસ્ટ્રોસિટી સહિતની બાબતને લઈને બે વ્યક્તિઓ સામે ઉપલેટા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે તો કે આ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે મૃતક બાળકના પિતાને પોલીસ દ્વારા વારંવાર હેરાન પરેશાન કરવામાં આવ્યા હોવાનું પણ પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે. 

આપઘાત પહેલા વિદ્યાર્થીએ બનાવ્યો વીડિયો 

આ અંગેની નોંધાયેલ પોલીસ ફરિયાદમાં લખાયેલ મુજબ છેલ્લા આઠેક માસથી ધાર્મિક આઈ.ટી.આઈ. ઉપલેટા (ડુમીયાણી) ખાતે અભ્યાસ કરવા જ તો હતો અને તા. ૦૫/૦૨/૨૦૨૫ ના રોજ દિકરો ધાર્મિક પોતાની ઘરે ઉપરના રૂમમાં જાતે ગળે ફાંસો ખાઇને મરણ ગયેલ હોય જે અંગે ઉપલેટા પોલીસે અ.મોત નંબર ૦૫/૨૦૨૫ બી.એન.એસ.એસ. ની કલમ ૧૯૪ મુજબ દાખલ કરેલ હોય અને ત્યાર બાદ મૃતક ધાર્મીકના મોબાઈલમા તપાસ કરતા ધાર્મીકે જ્યારે ગળાફાસો ખાધેલ તે પહેલા વિડીયો તથા ફોટા પાડેલ હતા અને વિડીયોમા તેણે જણાવેલ કે "હું ભાસ્કર ઉપલેટા આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરૂ છું અને મારા મેડમ અને સર માનસિક ટોર્ચર દીધે રાખે છે વારંવાર. હું જે પણ આ કરૂં છુ એ મેડમ અને સરના લીધે જ કરૂં છું એને સજા મળવી જોઈએ" તેવો વિડીયો મળી આવેલ હોય તેમજ ધાર્મિક અગાઉ જાણ કરેલ કે, તેમના મેડમ અને સર તેમને માનસીક ટોર્ચર કર્યા રાખે છે જેથી તેને સમજાવતા કે, આપડે અભ્યાસમાં ધ્યાન આપવાનું હોય તેવું સમજાવેલ. 

આ બનાવને લઈને મૃતક ધાર્મિક ના પિતા રાજેશભાઈ નો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આપઘાતની ઘટના બાદ અમે ફરિયાદ કરવા માટે વારંવાર પોલીસ સ્ટેશન ખાતે જતા હતા જ્યાં ઉપલેટા પોલીસ દ્વારા અને પી.આઈ. દ્વારા અમારી ફરિયાદ લેવામાં આવતી નહીં અને બે દિવસ કે પાંચ દિવસ એમ આજદિન સુધી ધક્કા ખવડાવતા અને હેરાન પરેશાન પણ કરતા હતા ત્યારે આ પોલીસની આ હેરાનગતિને લીધે અમને ખૂબ દુઃખ પણ થયું છે અને અંતે અમારી આ પોલીસ ફરિયાદ હવે છેક નોંધવામાં આવી છે.

પુત્ર ગુમાવનાર પિતાએ મીડિયા સમક્ષ કરી વાત

પુત્ર ગુમાવનાર પિતાએ મીડિયા સમક્ષ વાત કરતા હતા અને તેમના પુત્રના આ બનાવને લઈને ફેરા શોકમાં પણ જોવા મળ્યા હતા જો કે આ મામલે જવાબદાર કોણ છે અને ખરેખર શું કારણ છે તે તપાસ થયા બાદ જ ખ્યાલ આવશે પરંતુ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચર કરવાનો અગાઉ પણ એક કિસ્સો રાજકોટ જીલ્લામાં સામે આવ્યો હતો જેમાં એક બાળક દ્વારા આપઘાત કરાયો હતો ત્યારે આવો જ એક કિસ્સો ફરીવાર રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા ૧૯ વર્ષીય દલિત યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આમાં શિક્ષકોને બચાવવાના પ્રયત્ન કરશે કે તેમની ઉપર કાર્યવાહી થશે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે. હાલ આ મામલે મૃતક યુવકના પિતાએ જણાવ્યું છે કે જવાબદાર સામે દાખલા સ્વરૂપે કડક કાર્યવાહી થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ તેવી માંગણી કરી છે.

આ સમાચાર શેર કરો