દ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં પાંચ ઈંચ વરસાદ
દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાળિયામાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો.નગર ગેટ, જોધપુર ગ

દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખંભાળિયામાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો.નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ, સોની બજાર, મધુરમ સોસાયટી સહિતના વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયાં હતા.આ સ્થિતિના કારણે વાહન વ્યવાહર ખોરવાયો હતો.
મુશળધાર વરસાદને પગલે અનેક સોસાયટીઓમાં નદી જેવા દ્રશ્યો
મુશળધાર વરસાદને પગલે અનેક સોસાયટીઓમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.ખામનાથ પાસે કેનેડી બ્રિજ બંધ કરાઈ દેવાતા વાહન વ્યવાહરની અસર પડી હતી.
માર્ગ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો
દ્વારકામાં સર્વત્ર મેઘમહેર થતા કોઝવેના પૂલ પર પાણી ભરાયા હતા.પાણી ભરાવવાના કારણે લોકોની સલામતી માટે સલાયા, ગોઇંજ, બારા અને ચૂડેશ્વરને જોડતો માર્ગ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યો છે.કોઝવેના પૂલ પર પાણી વધતા રાહદારીઓને ફરીને જવા માટે સૂચના આપવામાં આવી






