મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Navratri 2024: સુરતની નવરાત્રિમાં રોમિયોગિરી કરનારની ખેર નથી! ચણિયાચોલીમાં આટલી બજાવશે ફરજ

સુરતમાં નવરાત્રી પર્વની ઉજવણી માટે સો કોઈ તેયાર થઇ ગયા છે ત્યારે સુરત પોલીસે પણ તમામ તેયારીઓ કરી દીધી

Navratri 2024: સુરતની નવરાત્રિમાં રોમિયોગિરી કરનારની ખેર નથી! ચણિયાચોલીમાં આટલી બજાવશે ફરજ

સુરતમાં નવરાત્રી પર્વની ઉજવણી માટે સો કોઈ તેયાર થઇ ગયા છે ત્યારે સુરત પોલીસે પણ તમામ તેયારીઓ કરી દીધી છે. સુરત પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ તેયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવાય છે. સુરત પોલીસની શી ટીમ દ્વારા પણ તેયારીઓ કરવામાં આવી છે. નવરાત્રીના મોટા આયોજનોમાં સુરત પોલીસના મહિલા જવાનો ટ્રેડીશનલ પોશાકમાં સજ્જ થઇ સુરક્ષામાં તૈનાત રહેશે. 

કાયદેસરની કાર્યવાહી થશે

એ.સી.પી. કે.એમ. જોફેસે કહ્યું કે, શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર થતા નવરાત્રિના આયોજનોમાં ચણિયાચોળી કે પછી નવરાત્રિના ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને મહિલા પોલીસની શી ટીમના કર્મચારીઓ સામાન્ય લોકોની જેમ જ ગરબે રમશે. આ ઉપરાંત ગરબે રમતા રમતા લોકોની સુરક્ષા પર ધ્યાન આપશે. જો કોઈ રોમિયો કે અસામાજિક તત્વો મહિલા કે યુવતીની છેડતીનો પ્રયાસ કરશે. તો આ શી ટીમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

મદદ મહિલાઓને મળશે

સુરતમાં ૩૫ જેટલી શી ટીમ કાર્યરત છે. શી ટીમ આ વખતે નવરાત્રીમાં છેડતીના બનાવો ના બને તે માટે  તૈનાત રેહશે. આ સાથે  સુરત શહેર પોલીસ દ્વારા ગરબા રમવા જતી મહિલા અને યુવતીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા બાદ મોડી રાત્રે પરત જવામાં કોઈ મહિલાને સાધન ન મળે તો 100 નંબર ડાયલ કરીને ઘર સુધી પહોંચવામાં પોલીસની મદદ માગી શકે છે અને કોલ મળ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા પોતાના વાહનમાં આ મહિલા કે યુવતીને સુરક્ષિત પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવશે. 

મહિલા સુરક્ષા પર ભાર મૂકાશે

બીજી તરફ સુરત પોલીસ દ્વારા નવરાત્રિના આયોજનમાં મહિલાઓની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ગરબાના આયોજન સ્થળની આસપાસ જો કોઈ અવાવરું જગ્યા હોય તો ત્યાં લાઇટિંગની વ્યવસ્થા કરવા આયોજકોને સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કોઈ અવાવરૂ જગ્યા હોય તો ત્યાં પાલિકાની ટીમને સાથે રાખીને લાઇટિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.આ સાથે એવી જગ્યાઓ પર પોલીસનું સતત પેટ્રોલિંગ રેહશે.

આ સમાચાર શેર કરો