અમદાવાદ: સોલા ભાગવત ખાતે રબારી સમાજની બેઠકમાં કુ-રિવાજો સહિતના મામલે થઈ ચર્ચા
અમદાવાદના સોલા ભાગવત ખાતે રબારી સમાજની બંધારણ સમિતિની કોર કમિટના સભ્યો અને સમાજન

અમદાવાદના સોલા ભાગવત ખાતે રબારી સમાજની બંધારણ સમિતિની કોર કમિટના સભ્યો અને સમાજના અગ્રણીઓ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં 29-12-2024ના રોજ સોલા ખાતે યોજનારા બંધારણ સુધારણા મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કુ-રિવાજો અને ખોટા ખર્ચાઓને નિયંત્રિત કરવા માટેના વિવિધ મુદ્દાઓ પર થઈ ચર્ચા
સમાજના અગ્રણીઓએ ચાલતા કુરિવાજો અને ખોટા ખર્ચાઓને નિયંત્રિત કરવા માટેના વિવિધ મુદ્દાઓ પર પોતાના વિસ્તૃત મંતવ્યો પણ રજૂ કર્યા હતા. સાથે સાથે આ તમામ બાબતે બહોળી સંખ્યામાં ચર્ચા યોજાઈ હતી.
રબારી સમાજના 200થી પણ વધુ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા
આ બેઠકમાં રબારી સમાજના 200થી પણ વધુ ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. આવનારા દિવસોમાં યોજનારા મહાસંમેલનના આયોજન અને નવા બંધારણની તૈયારીઓ અંગે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.






