મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પર પેવરબ્લોકની કામગીરીમાં ગેરરીતિ જોવા મળી, સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ

ફરી એક વાર તંત્રની બેદરકારી પર સવાલ ઉઠાવતી ઘટના બની છે. જેમાં હાઈવે પર રસ્તાની બાજ

સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પર પેવરબ્લોકની કામગીરીમાં ગેરરીતિ જોવા મળી, સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ

ફરી એક વાર તંત્રની બેદરકારી પર સવાલ ઉઠાવતી ઘટના બની છે. જેમાં હાઈવે પર રસ્તાની બાજુમાં ચાલવા માટેના બ્લોકની કામગીરીમાં ગેરરીતિ જોવા મળી છે. સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે પર નાખવામાં આવતા પેવરબ્લોકની કામગીરીમાં બ્લોક નાખવાને મામલે ગેરરીતિ જોવા મળતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ ગેરરીતિને અટકવા માટે શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી છે. હાઇવે પર પેવરબ્લોકની કામગીરી સામે ફરી સવાલ ઉઠી રહ્યા છે.

સ્થાનિક શહેરીદજનોએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, પેવરબ્લોકની નીચે ધૂળ નાખવામાં આવી રહી છે. તેમજ તેમાં કોઈ પણ પ્રકારનું લેવલ નથી જાળવવામાં આવ્યું. યોગ્ય ક્વોલિટી અને ગુણવત્તાયુક્ત કામ કરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી. જાહેર કામોમાં ખુલ્લેઆમ ગેરરીતિ આચરવાનું સામે આવતા ફરી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થવાના આરોપ ઉઠી રહ્યા છે. પેવરબ્લોકમાં ગેરરીતિ સામે આવવાને મામલે સ્થાનિકો દ્વારા અધિકારીઓ કામગીરીમાં ધ્યાન આપે તે અંગે પણ માંગ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો