Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : 11 people died in 5 accidents in Gujarat

મંગળ બન્યો અમંગળ : રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને બોટાદમાં અકસ્માતમાં 11 લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2025
લાઇવ ટીવીGoogle News
મંગળ બન્યો અમંગળ : રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને બોટાદમાં અકસ્માતમાં 11 લોકોના મોત

ગુજરાતમાં આજે 25 ફેબ્રુઆરીનો મંગળવાર અમંગળ બન્યો છે, કારણકે આજના દિવસે રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને બોટાદમાં થયેલા 5 અકસ્માતોમાં 11 લોકોના મોત થયા છે. 

App Store

રાજકોટ: માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત 

રાજકોટના માલીયાસણ નજીક ગોજારો અકસ્માત થયો છે. ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં એક 8 મહિનાના બાળક સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યા. ઘટનાની જાણ થતાં જ પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો. અકસ્માત એટલો ગંભીર છે કે, ટ્રકની અડફેટે ચડતા રિક્ષાનો છૂંદો વળી ગયો હતો. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 

મૃતકોની વિગત

  1. શારદાબેન નકુમ (60)
  2. યુવરાજ નકુમ(30)
  3. વેદાંશી સાગર સોલંકી (8 મહિના)
  4. નંદની સાગર સોલંકી (25)
  5. શીતલ યુવરાજ નકુમ (29)
  6. ભૂમિ રાજુ નકુમ (22)

બનાસકાંઠા : ડીસા-ધાનેરા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસા-ધાનેરા હાઇવે પર કંસારી ટોલ ટેક્સ પાસે મોડી સાંજે રિક્ષા અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઇ હતી. ઘટના બાદ ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઇ ગયો હતો.

બોટાદ :  ભડલા રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

બોટાદમાં  પાળીયાદ ગામ નજીક ભડલા ગામના રોડ પર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરચાલકે બાઈકચાલકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું હતું. પોલીસે  ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. 

પોરબંદર: બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત

પોરબંદર-દ્વારકા હાઈવે પર કર્ણાટકના યાત્રાળુંઓ ભરેલી બસ સોમનાથ જઈ રહી હતી. આ દરમિયાન હાઈવે પર બંધ પડેલા ટ્રક પાછળ આ બસ ઘુસી જતા બે લોકોના મોત થયા છે, જયારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 લોકોની સ્થિતિ ગંભીર છે. 

સુરેન્દ્રનગર:  ડમ્પર ચાલકે અડફેટે લેતા મહિલાનું મોત 

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં ડમ્પર ચાલકોનો ત્રાસ યથાવત છે. બહુચર હોટલ નજીક ડમ્પર ચાલકે એક્ટિવા પર સવાર મહિલાને હડફેટે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 36 કલાકમાં 11 લોકોના ડમ્પર હડફેટે મોત થયા છે.